ગાંધીનગરના મગોડી ગામની 14 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી મૂળ દિયોદરનો વતની અડાલજના કોબા ખાતે રહેતો પરિણીત પ્રેમી અપહરણ કરીને ફરાર થઇ જતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા મગોડી ગામમાં રહેતી શ્રમજીવી પરિવારમાં જન્મેલી 14 વર્ષની સગીરાએ ધોરણ – 9 સુધીનો અભ્યાસ કરેલો છે.
રાત્રિ ભોજન કર્યા પછી પરિવારના સભ્યો સૂઇ ગયા હતા. ત્યારે સગીરા પણ પરિવાર સાથે ખાટલામાં સૂઇ ગઈ હતી. બીજા દિવસે સવારે ઊઠ્યા ત્યારે સગીરા ઘરમાં જોવા મળી ન હતી. જેથી પરિવારજનોએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. પરંતુ સગીરાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન સગીરા દિયોદરના વતની હાલમાં કોબા ખાતે રહેતા પરિણીત પ્રવીણ રાઠોડના સંપર્કમાં હોવાની જાણ થઈ હતી.
જેથી પરિવારે પ્રવીણના ઘરે જઈને પણ તપાસ કરી હતી. ત્યારે પ્રવીણ પણ ગાયબ થઈ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરીને લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરી પરિવારે ચીલોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.