સરઢવ ગામે સંકલ્પ યાત્રાનું ભાવભર્યું સ્વાગત કરતા ગ્રામજનો
(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર,
જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગાંધીનગર જિલ્લામાં ચાલી રહી છે. ગાંધીનગર તાલુકાના સરઢવ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર (ઉ) ના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સરઢવ ગામે યાત્રા અંતર્ગત લાભાર્થીઓને ઘર આંગણે સરકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા હતા. ગાંધીનગર ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે પ્રસંગોચિત ઉદબોધન કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજવા પાછળનો ઉમદા ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી નાગરિકોને યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગ્રામજનો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ ખેતીથી થતા ફાયદાઓની વિશેષ માહિતી માટે “ધરતી કહે પુકાર” કૃતિ રજુ કરવામાં આવી હતી..
તેમજ ”મેરી કહાની મેરી જુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ આયુષ્માન કાર્ડ, પોષણ કીટ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ઘર આંગણે લાભો આપવામાં હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, પદાધિકારીઓ, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા, આરોગ્ય, ખેતીવાડી, આઈ.સી.ડી.એસ. સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો મોટી ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.