ગાંધીનગરના રિલાયંસ ચાર રસ્તાથી શાહપુર તરફ જતાં કુડાસણ ખાતેના પ્રમુખ મસ્તાના શંભુ કેફેબારમાં રાત્રે ફોર્ચ્યુનર કારમાં આવેલા છ ઈસમોએ પૈસાની લેતીદેતીમાં ઘાતક હથિયારો સાથે તોડફોડ કરીને આતંક મચાવી સોરઠ કાઠીયાવાડી જાયકો નામની રેસ્ટોરન્ટના કારીગરને તલવારના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગાંધીનગરના કુડાસણ ખાતેના પ્રમુખ મસ્તાના કોમ્પલેક્ષમાં સેકટર – 8 માં રહેતો અફઝલ લાલભાઇ મન્સુરી શંભુસ કેફેબાર ચલાવે છે. રાત્રે અફઝલ કેફેબારની બહાર હાજર હતો. એ વખતે હરિ રબારી નામના ઈસમે ફોન કરીને ગાળાગાળી કરી દર્શનસિંહ ઉર્ફ ગોપીના રૂપીયા આપી દેવા ધાક ધમકીઓ આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યો હતો. આથી અફઝલે ફોન કાપી નાંખ્યો હતો. જેની થોડી વાર પછી હરિ રબારીનાં ભાઈ ભરત રબારીએ ગાળાગાળી કરી દર્શનસિંહનાં રૂપિયા આપી દેવા મર્ડર કરવાની ધમકીઓ આપવા આપી હતી. આ સાંભળીને અફઝલ ગભરાઈને કેફેબારથી રવાના થઈ ગયો હતો. જેનાં થોડા સમય પછી એક કાળા કલરની ફોર્ચ્યુનર (જીજે-18-બીકયુ-1312)માં છ ઈસમો કેફેબાર આવી પહોંચ્યા હતા અને અફઝલ મળી નહીં આવતાં કેફે બારમાં તોડફોડ કરીને આતંક મચાવી દીધો હતો. ત્યારે બાજુમાં આવેલી ધ કન્ટ્રી વોક નામની દુકાન ચલાવતા જીમેશે ફોન કરીને અફઝલ ને કહ્યું હતું કે તારા કેફેબાર ઉપર કેટલાક ઈસમો આવીને જાહેરમાં ગાળો બોલી તોડફોડ કરી રહ્યા છે. આથી અફઝલે તેના મોબાઈલ થકી કેફેબારનાં જોતા હરિ રબારી, ભરત રબારી રાઘવ મહેતા સહિત છ જેટલા ઈસમો હોવાનું માલુમ પડયું હતું. આથી અફઝલ ગભરાઈ ગયો હતો અને કેફેબાર ઉપર ગયો ન હતો. એટલામાં અત્રેની કેફેબારના ઉપ૨ આવેલ સોરઠ કાઠ્યાવાડી જાયકો નામની રેસ્ટોરન્ટ ચલાવનાર જય પટેલે ફોન કરીને અફઝલને કહેલું કે, તને મારવા માટે આવેલા ઈસમોએ મારા સ્ટાફના એક કારીગર આબિદઅલી ખાદિમહુસેન નાગલપરાને તલવાર મારી છે. જેને લઈને સિવિલ હોસ્પિટલ જાઉં છું. જેથી અફઝલ હિંમત કરીને સિવિલ હોસ્પીટલ ગયો હતો. આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્રણ ઈસમો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.