Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરનાં રણાસણ સર્કલ પાસે સગીર પર ચપ્પુથી હુમલો કરી લૂંટારૂ ફરાર

ગાંધીનગરનાં રણાસણ સર્કલ પાસે સગીર પર ચપ્પુથી હુમલો કરી લૂંટારૂ ફરાર

34
0

ગાંધીનગરમાં આદર્શ આચારસંહિતાની વચ્ચે રાત્રિના સમયે નાના ચીલોડા રણાસણ સર્કલ નજીકના સર્વિસ રોડ ઉપર બે લૂંટારૂઓએ બે સગીરવયના પિતરાઈ ભાઈઓને આંતરી એકના પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું. તેમજ મોબાઈલની લૂંટનો પ્રયાસ કરી નાસી જતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગંભીર ગુનાઓની વણઝાર વચ્ચે ડિટેકશનનો ગ્રાફ દિન પ્રતિદિન ગગડી રહ્યો છે. ઘરફોડ ચોરીના ઉપરાછાપરી બનાવો, ગેંગરેપનો પ્રયાસ કરી લૂંટની ઘટના ઉપરાંત સેકટર – 24 ના ભરબજારમાં એટીએમને ગેસ કટરથી તોડીને 6 લાખથી વધુની રોકડની લૂંટના ગુના વણઉકેલ્યા છે એવામાં વધુ એક લૂંટનાં પ્રયાસનો ગુના સામે આવ્યો છે.

ખેડા જિલ્લાના કઠલાલ ખાતે રહેતો મોહમ્મદ યાસીન જસીર અહેમદ શાહ કેક અને બેકરી બનાવવાની કંપનીમા છેલ્લા બે વર્ષર્થી નોકરી કરે છે. તા. ત્રીજી ઓક્ટોબરનાં રોજ મોહમ્મદનો નાનોભાઇ તેમજ તેનો કાકાનો દિકરો કઠલાલ ફરવા આવવા માટે ઉત્તરપ્રદેશથી નીકળ્યાં હતા. આ દરમિયાન રાત્રીના રોજ આ બન્નેએ નાના ચિલોડા રીંગ રોડ સર્કલ નજીક ઉતરી ગયા હોવાની જાણ કરી હતી. જેથી તેણે બ્રિજ નજીક આવેલા સર્કલ પાસે રીંગ રોડથી કઠલાલ ખેડા આવવા માટે સાધનો મળી જશે તેવી વાત કરી હતી.

ત્યારે બંને પિતરાઈ ભાઈઓ નાના ચીલોડા સર્કલ નજીક પહોંચતા જ અંધારામા બે અજાણ્યા ઇસમોએ આંતરી લીધા હતા અને મોબાઈલ આપી દેવા કહેવા લાગ્યા હતા. જેથી તેઓને મોબાઇલ નહીં આપતા લૂંટારૂઓ ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન લૂંટારૂઓએ એક સગીર ઉપર જીવલેણ હુમલો કરી ચપ્પુ પેટમાં હુલાવી દીધું હતું. આ બનાવના પગલે બંને ભાઈઓએ બુમાબુમ કરતાં લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા હતા.

બાદમાં સગીરને 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field