(જી.એન.એસ)તા.૩
ગાંધીધામ,
પૂર્વ કચ્છમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા અને જતાં ભક્તોને માર્ગ અકસ્માતો નડયા હતા. જેમાં જૂના કટારીયા પાસે માતાજીના દર્શન કરી પરત આવતા ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરમાં બેઠેલા ભક્તો રોડ પર ફંગોળાયા હતા. જેમાં ૩ વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ બે અકસ્માતોના બનાવો અંજાર તાલુકાનાં ચાંદરણી પાસે બન્યા હતા. જેમાં બાઇક પર જઇ રહેલા સાળા-બનેવીને બોલેરો ચાલકે ટક્કર મારતા સાળાનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે બનેવી ઇજાગ્રસ્ત થયા હતા. તો બીજો અકસ્માતનો બનાવ પણ ચાંદરણી નજીક જ બન્યો હતો. જેમાં બોલેરોને ડમ્પરે હડફેટે લેતા ૧૬ વર્ષીય સગીરાનું મોત થયું હતું જ્યારે ૧૧ લોકો ઘાયલ થયા હતા. બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધવારે બપોરના સમયે સામખીયાળીના જૂના કટારીયા પાટીયા વચ્ચેના ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં માતાનામઢના યાત્રિકોને લઇ જતા ટ્રેક્ટરને પાછળથી પુરઝડપે જતી ટ્રકની ટક્કર લાગતા ટ્રોલીમાં સવાર ૧૪ જેટલા શ્રધ્ધાળુઓ રીતસરના ફંગોળાયા હતા. અકસ્માતમાં ધટના સ્થળે જ ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા જેમાં બે મહિલા એક બાળકનુ મોત થયુ હતુ. મૃતકોમાં ૬૦ વર્ષીય જીવતીબેન બીજલ શંખેસરીયા (કોળી), ૬ વર્ષના વિવેક ગોરધનભાઇ શંખેસરીયા તથા ૪૫ વર્ષીય વનીતા નવઘણભાઈ ઉચાસણાનો સમાવેશ થાય છે. જ્યારે આ બનાવમાં કુલ ૧૧ લોકો ઘાયલ થયા હતા. જેમાં પૂજાબેન ગોરધનભાઈ શંખેરીયા, રેખાબેન આશિષભાઈ શંખેરીયા, ગોરધન બીજલભાઈ શંખેરીયા, શોભના તુલશી ઉચાણા, પ્રીતિ આશિષ શંખેરીયા, કાના પ્રભુ ઉચાણા, લાભુ રવજીભાઈ શંખેરીયા, આકાશ શિધાભાઈ શંખેરીયા, મનીષ ગોરધનભાઈ શંખેરીયા, ચંપાબેન પ્રભુભાઈ ઉચાણા, નવઘણ પ્રભુભાઈ ઉચાસણા, અરવિંદભાઈ નિલેશભાઈ ઉચાસણા, રવીના નવઘણ ઉચાસણા અને મોનીકા નરેશભાઈ ઉચાસણા ઘાયલ થયા હતા. અકસ્માતનો બીજો બનાવ અંજારનાં ચાંદ્રાણી ગામ નજીક પેટ્રોલપંપ પાસે બન્યો હતો. જે અંગે સુરેન્દ્રનગરનાં થાનમા રહેતા નિતેશભાઈ ભુપતભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી અને તેનો સાળો દશરથભાઈ ધરમશીભાઈની બાઈક લઈ લાકડધારથી માતાના મઢ ખાતે દર્શન કરવા નીકળ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.