Home ગુજરાત કચ્છ ગાંધીધામમાંથી 10.04 કરોડનું કોકેઇન ઝડપાયું

ગાંધીધામમાંથી 10.04 કરોડનું કોકેઇન ઝડપાયું

37
0

(GNS),09

કચ્છના ગાંધીધામમાંથી DRIને વધુ એક સફળતા મળી છે. જેમાં લાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. 10.04 કરોડનો 1 કિલોથી વધુનો જથ્થો ઝડપ્યો છે. ગઇકાલે રાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ તમામ કન્ટેનર અટકાવ્યા હતા. જે બાદ સમગ્ર પ્રકરણ સામે આવ્યું હતું અને આ અંગે વધુ તપાસ DRI દ્રારા હાથ ધરી હતી. દેશમાં ડ્રગની બદીને નાથવા DRI સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં રૂ. 10.4 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.

ડીઆરઆઈને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા છે. કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી ન હતી. 220.63 MT નું કુલ વજન ‘ટીક રફ સ્ક્વેર લોગ્સ’ ધરાવતું જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટ, જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું, તેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. ગુજરાત પર છેલ્લા ઘણા સમયથી આતંકી ઓછાયો છે. તેમા પણ સૌરાષ્ટ્ર ખાસ કરીને આતંકીઓ માટે પ્રવેશદ્વાર બની રહ્યુ છે. ગુજરાતના યુવાધનને નશાના રવાડે ચડાવી બર્બાદ કરવાનુ નાપાક ષડયંત્ર ચાલી રહ્યુ છે અને છેલ્લા એક વર્ષમાં જ ગુજરાતમાંથી 4000 કરોડનું ડ્રગ્સ પકડાઈ ચુક્યુ છે જ્યારે છેલ્લા 2 મહિનામાં ગુજરાતમાંથી સાત આતંકીઓ પકડાયા છે જેમના તાર સીધા બાંગ્લાદેશના આતંકી સંગઠન અને પાકિસ્તાનના આતંકી સંગઠન સાથે જોડાયેલા મળ્યા છે. ગુજરાત, ભારતના શાંત અને સુરક્ષિત રાજ્યમાં જેની ગણના થાય છે પરંતુ આ જ ગુજરાત પર હવે આતંકી ઓછાયો જોવા મળી રહ્યો છે અને આ આંતંકી ઓછાયો છે માદક પદાર્થોનો. શાંત અને સમૃદ્ધ ગુજરાતને ખલેલ પહોંચાડવાના નાપાક ઇરાદાઓ ખુલ્લા પડી રહ્યા છે. જેમાં તાજેતરમાં કચ્છમાં DRI દ્વારા સતત નજર રાખવામા આવી રહી છે. જેને લઈ આ સમગ્ર પ્રકરણ સામે આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનડિયાદ તાલુકાના હાથનોલી ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઇ
Next articleઆ બે શહેરોમાં રજનીકાંતની ‘જેલર’ ફિલ્મ જોવા માટે આપી રજા