Home ગુજરાત કચ્છ ગાંધીધામના તબીબે કિડાણાનાં આધેડ સાથે 8 લાખ રૂપિયાની ઠગાઇ કરી, પોલીસ ચોપડે...

ગાંધીધામના તબીબે કિડાણાનાં આધેડ સાથે 8 લાખ રૂપિયાની ઠગાઇ કરી, પોલીસ ચોપડે ગુનો નોંધાયો

11
0

(જી.એન.એસ) તા.૪

ગાંધીધામ,

ગાંધીધામનાં કિડાણા રહેતા આધેડ સાથે મુન્દ્રા રહેતા તબીબે ૮ લાખ રૂપિયાની છેતરપિંડી આચરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.જેમાં તબીબે પોતાની પત્નીનાં નામની કારનું તેના મિત્ર સાથે બે વખત સોદ્દો કર્યો હતો. જેમાં પહેલા સોદ્દામાં કાર પેટે રોકડા ૧૦.૫૦ પડાવી લીધા હતા અને તબીબે ફરી તેના મિત્રને ભોળવી કારનું બીજી વખત ૯.૫૦ લાખ રૂપિયામાં સોદ્દો કરી ફરી કારનાં બદલામાં રોકડા ૪.૫૦ લાખ રૂપિયા મેળવી લીધા હતા અને કાર પણ આપી ન હતી. જેમાં આધેડે તબીબને પોતાના રૂપિયા અંગે કેહવા જતા તબીબે આધેડને રોકડા ૭ લાખ રૂપિયા પરત કર્યા હતા અને બાકી નીકળતા ૮ લાખ રૂપિયા પરત ન આપી તેમના સાથે ઠગાઇ કરી હતી.  ગાંધીધામનાં કિડાણામાં રહેતા વિનોદકુમાર ત્રિભોવનભાઈ જોષીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, મુન્દ્રા રહેતા અને ગાંધીધામમાં પોતાનું સ્પન નામની હોસ્પિટલ ધરાવતા ફરિયાદીનાં મિત્ર આરોપી ડો.જૈનીલભાઈ રાજેન્દ્રકુમાર ગોરે ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ પોતાના પત્નીના નામની કીયા સેલ્ટોસ કાર નં જીજે ૧૨ એફએ ૨૩૨૩ નો સોદ્દો ૧૦.૫૦ લાખમાં કર્યો હતો.જેના બદલામાં આરોપીએ ફરિયાદી પાસેથી ગાંધીધામ મધ્યે ટી એમ ટાવરમાં આવેલી પોતાની ઓફિસમાં કારનાં સોદ્દા પેટે રોકડા ૧૦.૫૦ લાખ રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ ૨૮ માર્ચ ૨૦૨૩નાં આરોપી ડો. જૈનીલે ફરી ફરિયાદીને પોતાની ગાંધીધામ ઓફિસે બોલાવી પોતાની કારનું બીજી વખત સોદ્દો કર્યો હતો. જેમાં આરોપીએ ફરિયાદી સાથે મીઠી વાતો કરી તમારા રૂપિયા મને બઉ કામ આવ્યા છે. હું તમારો એહસાન ક્યારે નહિ ભૂલું કહી હું મિત્રતામાં તમારા સાથે ફરી બીજી વાર સોદ્દો કરી તમને એક લાખ રૂપિયાનો ફાયદો અપાવવા માંગુ છું કહી વિશ્વાસમાં લઇ ફરી પોતાની કારનો સોદ્દો ૯.૫૦ લાખ રૂપિયામાં કર્યો હતો અને કીધું હતુ કે તમારા પહેલે ચુકવેલા ૧૦.૫૦ લાખ રૂપિયા જલ્દી ફરત આપી દઈશ. જેથી ફરિયાદીએ ફરી આરોપીની વાતોમાં આવી આરોપીને રોકડા રૂ. ૪,૫૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા.જેમાં બે ત્રણ મહિના બાદ આરોપીએ ફરિયાદીને જણાવ્યુ હતુ કે મેં તમને મારી પત્નીની કાર આપી દીધી એટલે એ મારા પર બઉ ગુસ્સે છે તમે મને કાર પરત આપી દયો કહી ફરિયાદીને કારનાં બદલામાં ૧૫ લાખ રૂપિયાનું ચેક આપ્યો હતો. જે ચેક ફરિયાદીએ બેંકમાં નાખવા જતા ખોટી સહીનાં લીધે રિટર્ન થયું હતુ. જે અંગે ફરિયાદીએ આરોપીને વાત કરતા આરોપીએ ફરિયાદીને રોકડા ૭ લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા અને બાકીનાં ૮ લાખ રૂપિયા આજ દિવસ સુધી ચૂકવી ન આપી ફરિયાદી સાથે ઠગાઇ કરી હતી. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field