Home ગુજરાત ગાંધીધામના કાનમેરમાં 8 મંદિરોમાં કરેલી લૂટ અને ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં...

ગાંધીધામના કાનમેરમાં 8 મંદિરોમાં કરેલી લૂટ અને ચોરી કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી

43
0

(જી.એન.એસ)તા.૧૪

ગાંધીધામ,

5 દીવા પહેલા ચિત્રોડ આસપાસના ગામોમાં ૧૦થી વધુ મંદિરમાં ચોરી કર્યા બાદ કાનમેરમાં સામુહિક રીતે ૮ મંદિરોને તસ્કરોએ નિશાન બનાવી ૩ ઇસમોએ જુદા જુદા મંદિરો માથી કુલ રૂ. ૧,૫૦,૨૦૦નો મુદ્દામલ ચોરી કર્યો હતો. આ બનાવમાં જ્યારે છેલ્લા મંદિરમાં ચોરી કરવા ગયા ત્યારે પૂજારી મળી આવતા તેમને ઢોર માર મારી મંદિરમાં આભૂષણો અને રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે આરોપીઓને પકડવા ડીવાયએસપીની અધ્યક્ષતામાં ૫ ટીમો બનાવી છે અને આરોપીઓ હાથવેતમાં જ હોવાનો પોલીસ દ્વારા દાવો પણ કરવાં આવ્યો છે.  રાપર તાલુકાનાં કાનમેરના એક સાથે ૮ મંદિરોને ચોરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. ગાગોદર પોલીસના જણાવ્યા મુજબ મંગલવારે રાત્રે ૧ વાગ્યા આસપાસ કાનમેર ગામના વચ્છરાજ દાદાનું મંદિર, નારણદેવીનું મંદિર, મોમાઇ માતાજીનું મંદિર, રાજબાઈ માતાજીનું મંદિર, નાગબાઈ માતાજીનું મંદિર, ચામુંડા માતાજીનું મંદિર, રામજી મંદિર અને દાદાવારા ના મંદિરમાં સાળંગ દેવી મંદિર સહિત કુલ ૮ મંદિરોમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાંદીના છતર, મુકુટ, પાદુકા, સહિત કુલ રૂ. ૧,૫૦,૨૦૦ના મુદ્દામાલની ચોરી કરી જવામાં આવી હતી. આ બનાવમાં ૩ ચોરો જ્યારે છેલ્લા મંદિરે પહોચ્યા ત્યારે ત્યાંના પૂજારી ફરિયાદી સુનિલભાઈ કનૈયાલાલ સાધુને ચોરોએ મૂઢમાર મારી મંદિર માથી ૬ હજારના દાગીના અને ૫૪૦૦ રોકડા મળી કુલ રૂ. ૧૧,૪૦૦ના મુદ્દામાલની લૂટ ચલાવી ત્યાંથી નાસી ગયા હતા. જે ત્રણેય ચોરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. આ બનાવ અંગે ગાગોદર પોલીસના પી.આઈ. સેંગલે જણાવ્યુ હતું કે, ભચાઉ ડીવાયએસપીની અધ્યક્ષતામાં ગાગોદર, લાકડિયા, આડેસર, એલસીબી સહિતની પોલીસની મદદ લઈ કુલ ૫ ટીમો બનાવવામાં આવી છે. જેમાં ગામના બધા જ કેમેરાઓ તપાસી લેવામાં આવ્યા છે અને હવે ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પણ લેવામાં આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆણંદ પાસે કુલ રૂ.૧.૯૧ લાખના વિદેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકોની ધરપકડ કરવામાં આવી
Next articleવડોદરામાં ગઈકાલે રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાના બનાવ બાદ આગના વધુ ચાર બનાવ બન્યા