(જી.એન.એસ) તા. 12
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં દર વર્ષે ભક્તિભાવ અને ધામધુમ ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે 7 સપ્ટેમ્બર, 2024 (શનિવાર)ના રોજ ભગવાન ગણેશજીની પ્રતિમાની સ્થાપના તશે અને 17 સપ્ટેમ્બર 2024 (મંગળવાર) ના રોજ વિસર્જન થશે. જેમાં મુર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મુર્તિઓના કદ અને ઉંચાઈનું નિયત અને યોગય ધોરણ જાળવી રાખવામાં આવે જેથી વિસર્જનની પ્રક્રિયા સરળ થાય. તે સિવાય શોભાયાત્રા દરમિયાન ટ્રાફિકનું નિયમન સરળ રહે, કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ન ઉદ્ભવે, મુર્તિ બનાવવાના સ્થળે ગંદકી ન થાય અને તેને કારણે રોગચાળો ન ફેલાય તે સુનિશ્ચિત કરવું પડશે.મુર્તિની બનાવટમાં અન્ય ધર્મોની લાગણી ન દુભાય તેવા કોઈ ચિહ્નો કે નિશાની રાખવામાં ન આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. મુર્તિ બનાવવામાં કેમિકલયુકત રંગો વાપરવાથી અને નદી તથા તળાવમાં મુર્તિ વિસર્જીત કરવાથી પાણીમાં રહેતા પાણી જન્ય જીવો , માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. આમ પાણી અને પર્યાવરણનમાં થતા પ્રદુષમને અટકાવવા કેન્દ્રિય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવતા ઠરાવો તથા સુપ્રીમ કોર્ટ દ્વારા મુર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલી ગાઈડ લાઈનને ધ્યાનમાં લેવી જરૂરી છે.
તે સિવાય ગણેશોત્સવ દરમિયાન કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા છે:-
1.ગણપતિજીની માટીની મુ્તિ બેઠક સહિતની 9 ફૂટ કરતા વધારે ઉંચાઈની બનાવવા , વેચવા, સ્થાપના કરવા તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા પર પ્રતિબંધ
2. પીઓપીની મુર્તીઓઅને બેઠક સહિતની પ ફૂટથી વધારે ઉંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા જાહેરમાર્ગ પર પરિવહન કરવા, નદી, તળાવ સહિતના કુદરતી જળાશયોમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ
3. જ્યાં મુર્તિકારો મુર્તિ બનાવે છે અને વેચાણે રાખે છે તેની આજુબાજુ ગંદકી ન ફેલાય, રોડ પર મુર્તિ ખુલ્લી ન મુકવા અને ખંડિત મુર્તિઓને બિનવારસી હાલતમાં ન રાખવા જણાવાયું છે.
4. મુર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલવાળા રંગોના ઉપયોગ પર પ્રતિબંધ
5. ધાર્મિક લાગણી દુભાય તેવા ચિહ્નોકે નિશાનીવાળી મુર્તીઓ બનાવવા, ખરીદવા તથા વેચવા પર પ્રતિબંધ.
6.પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ પર શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ
7. પરમીટમાં દર્શાવેલ સ્થલ સિવાય અન્ય સ્થલ પર વિસર્જન કરવા પર પ્રતિબંધ
8.એએમસી દ્વારા બનાવેલ કૃત્રિમ કુંડો સિવાયના જળ સ્ત્રોતમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ
તે સિવાય તમામ માટી તથા પીઓપીની મુર્તિઓનું વિસર્જન એએમસી દ્વારા બનાવેલા કૃત્રિમ કુંડોમાં કરવાનું રહેશે
આ પ્રતિબંધની અમલવારીનો સમયગાળો 31.7.2024ના રોજ રાત્રે 12 વાગ્યાથી તા.20.9.2024 ના કલાક 24 વાગ્યા સુધી 52 દિવસ સુધી રહેશે. તેમજ આ જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એમ જાહેરનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.