પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ ચાન્સેલર હતા શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિક
(જી.એન.એસ) તા. 27
નડિયાદ,
ગુજરાતના જાણીતા સનદી અધિકારી અને શિક્ષણશાસ્ત્રી ડૉ. કુલીનચંદ્ર યાજ્ઞિકનું નડિયાદ ખાતે શનિવારે ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર વતી અધિક નિવાસી કલેકટર શ્રી ભરત જોષી અને નડિયાદ પ્રાંત અધિકારી શ્રી કલ્પેશ સુવેરા દ્વારા શ્રી કુલીનચંદ્ર યાજ્ઞિકની અંતિમયાત્રામાં પહોચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સ્થાપક શ્રી કુલિનચંદ્ર યાજ્ઞિકે વર્ષો સુધી નડિયાદની ઝઘડિયા પોળમાં પોતાના નિવાસસ્થાને રહીને ખેડા જિલ્લાના જ્ઞાન પિપાસુઓ તથા વહીવટી તંત્રને વખતોવખત પોતાનું અમૂલ્ય અનુભવપૂર્ણ માર્ગદર્શન આપ્યું છે. ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા જેઓને ડીલીટની માનદ્ પદવી એનાયત કરવામાં આવી હતી તેવા શ્રી યાજ્ઞિકની ઓચિંતિ વિદાય અંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે દુઃખ વ્યક્ત કર્યું હતું. “વહીવટની વાતો” પુસ્તક લખનાર ડૉ. યાજ્ઞિકના નિધનથી ખેડા જિલ્લા સહિત રાજ્યને તથા દેશને એક બહુ મોટી ખોટ પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.