Home ગુજરાત ઉત્તર ગુજરાત ખેતી પાકો, શાકભાજી, ફળ પાકો, મસાલા પાકોમાં ભલામણ મુજબ જ રોગ અને...

ખેતી પાકો, શાકભાજી, ફળ પાકો, મસાલા પાકોમાં ભલામણ મુજબ જ રોગ અને જીવાત માટે દવાનો ઉપયોગ કરવો

35
0

(જી.એન.એસ) તા. ૫

ગાંધીનગર,

કૃષિ ઉત્પાદનોમાં જંતુનાશકોના અવશેષો નિવારવા માટેના પગલા અંગે ખેડૂત સમુદાયને  માહિતગાર કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી ગાંધીનગર દ્વારા કેટલાક જરૂરી પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

જંતુનાશકોના અવશેષો નિવારવાના પગલાં અનુસંધાને એવા જંતુનાશકો કે જેની વિઘટનની પ્રક્રિયા ધીમી હોય, લાંબા સમય સુધી વાતાવરણમાં જળવાઈ રહેતા હોય અથવા ચરબીમાં દ્રાવ્ય હોય અને જૈવિક વિસ્તૃતિકરણની પ્રક્રિયામાંથી શરીરમાં જમા થાય છે તેના ઉપયોગ પર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય અથવા તેને નિયંત્રિત વપરાશ હેઠળ મુકવામાં આવ્યા હોય, આવા જંતુનાશકોનો વપરાશ બિલકુલ કરવો જોઈએ નહીં. પાકસંરક્ષણ રસાયણોની નોંધણી માટેની સંસ્થા દ્વારા જે તે પાક ઉપર જે તે રસાયણોની માત્રાની ભલામણ વિવિધ કૃષિ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પ્રાયોગિક પરિણામો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ ભલામણ કરેલ માત્રાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. વધુ પડતું પ્રમાણ અને વધુ પડતા છંટકાવથી જીવાતમાં પ્રતિકારકતા કેળવાતી હોય ખેડૂતોને વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાની ફરજ પડે છે. જે આર્થિક રીતે નુકસાનકારક છે સાથે સાથે જે તે કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોની માત્રા વધારે છે.

ઉપરાંત ખેતી પાકો, શાકભાજી, ફળ પાકો, મસાલા પાકોમાં યુનિવર્સિટીની ભલામણ મુજબજ જે તે પાકોના જે તે રોગ જીવાત માટે જે દવાની ભલામણ કરેલ છે તેનો જ ઉપયોગ કરવો તથા સંકલિત જીવાત વ્યવસ્થાપનના પગલાં લેવા તથા શાકભાજીની ઉપયોગમાં લેતા પહેલા સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ કારણ કે, શાકભાજીને સ્વચ્છ પાણીથી ધોવાથી જંતુનાશકોના અવશેષો ઓછા થાય છે. શાકભાજીને પાણીથી ધોવાથી અવશેષો ઓછા થવાનું પ્રમાણ ખરબચડી સપાટીવાળા કરતા સુંવાળી સપાટી વાળા શાકભાજીમાં વધુ હોય છે. જ્યારે શોષક એટલે કે સિસ્ટમેટિક પ્રકારની જંતુનાશકો કરતા સ્પર્શક એટલે કે કોન્ટેક્ટ જંતુનાશકોમાં અવુશેષો વધુ હોય છે.

શાકભાજી ફળફળાદી અને અનાજ વગેરેમાં જંતુનાશક રસાયણોની મહત્તમ અવશેષ માત્રા કેટલી હોવી જોઈએ તે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન-FAO અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન- WHO દ્વારા નક્કી કરવામાં આવે છે કે અવશેષોની માત્રા એમ.આર.એલ કરતા વધુ હોય તો તે નુકસાનકારક સાબિત થાય છે. તેથી વિવિધ ખેત પેદાશોમાં જુદા જુદા જંતુનાશકના છંટકાવ કરી છંટકાવ અને ઉતાર વચ્ચેનો સમયગાળો નક્કી કરવામાં આવે છે જેને વેઇટિંગ પિરિયડ કહે છે. આ વેઇટિંગ પિરિયડ પહેલાં ખેત પેદાશો ઉતારવા કે વીણી કરવી નહીં. શક્ય હોય ત્યાં જલ્દીથી વિઘટન પામતા કૃષિ રસાયણ જેવા કે એમામેકિટન, બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોક્ઝાકાર્બ અને નોવાલ્યૂરોન જેવા કૃષિ રસાયણ નો ઉપયોગ કરવો.

આ સિવાય સંકલિત જીવાત વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાથી જંતુનાશકોનો વપરાશ ઘટતા જંતુનાશકોના અવશેષોના પ્રશ્ન હળવા કરી શકાય છે. જેમ કે ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીન તપવાથી કોશેટા જીવાણુ તથા ફૂગનો નાશ થાય છે.જેથી જંતુનાશકોનો વપરાશ ઘટે છે. રોગ જીવાત પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવાથી, વનસ્પતિ યુક્ત જંતુનાશકો, પરજીવી અને પરભક્ષી કિટકો, એનપીવી, પ્રકાશ પિંજર, ફેરોમોન ટ્રેપ, ફળ માખી પિંજર, પીળા ચીકણા પિંજર, પિંજર પાક, કીટક બક્ષી પક્ષીઓને બેસવા માટેના બેલી -ખાડા વગેરેનો ઉપયોગ કરી જંતુનાશકોનો વપરાશ ઘટાડી શકાય છે. જેનાથી કૃષિ પેદાશોમાં જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય છે. જો જંતુનાશકનો છંટકાવ કરવાનો આવે તો જે તે પાક પર યોગ્ય જંતુનાશક નો છંટકાવ તેની ભલામણ કરેલ માત્રામાં જ તથા જીવાતની ક્ષમ્યમાત્ર ઓળંગ્યા બાદ જ કરવો.

ઘરમાં મચ્છર, માંખી, વંદા, ઉધઈ, ઉંદર વગેરેના નિયંત્રણ માટે જંતુનાશકો વાપરતી વખતે યોગ્ય કાળજી લેવામાં ન આવે તો જંતુનાશકો અનાજ પાણી લોટ વગેરેમાં ભળી જાય છે અને તેના અવશેષો આપણા શરીરમાં પ્રવેશે છે. ઘરગથ્થુ જીવાતોનું નિયંત્રણ કરતી વખતે જંતુનાશકો છાંટ્યા પહેલા પાણીના વાસણો, અનાજના પીપ, અનાજની ગુણ વગેરે કાપડ અથવા પ્લાસ્ટિકથી ઢાંકી દેવા જોઈએ. મકાનમાં ઉધઈ નિયંત્રણ માટે કલોરપાયરીફોસનો ઉપયોગ થાય છે પરંતુ આનું વિઘટન જલ્દીથી થતું નથી હાલમાં નિયનીકોટીનોઈડ જૂથની ઈમીડાકલોપ્રીડ કીટક નાટક ઉધઈ નિયંત્રણ માટે અસરકારક અને દુર્ગંધ વગરની છે. અને અવશેષોના પ્રશ્નો ઓછા આવે છે.

આજ રીતે જો અનાજમાં ભેજ વધુ હોય તો સૂર્યપ્રકાશમાં અનાજ સુકવ્યા પછી જ તેના સંગ્રહ માટે હવા ચુસ્ત પીપ નો ઉપયોગ કરવો કે જેથી કીટકો તેમાં પ્રવેશી શકે નહીં. આ ઉપરાંત ઘઉં જેવા અનાજની દિવેલનો પટ આપીને સંગ્રહ કરવામાં આવે તો કીટકોનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. આજ રીતે બાજરી જેવા અનાજમાં રાખ અથવા લીમડાના પાન ભેળવવામાં આવે છે. આ બધી કાળજી રાખવા છતાં જો કીટકો પડે તો ધૂમકર નો ઉપયોગ કરવાથી તેના અવશેષો અનાજમાં આવશે નહીં. આ ઉપરાંત શાકભાજીના પાકોમાં વીણી કર્યા પછી જંતુનાશક નો છંટકાવ કરવો તથા ફળ પાકતી અવસ્થાને જંતુનાશકોનો વપરાશ ટાળવાથી ઉપભોક્તા માટે જંતુનાશકના અવશેષોના પ્રશ્નો નિવારી શકાય છે.

એકના એક જંતુનાશકોનો વારંવાર ઉપયોગ ન કરતા જુદા જુદા જંતુનાશકનો ઉપયોગ કરવો તથા એક જ જૂથના જંતુનાશકોનો ત્રણથી વધારે વાર છંટકાવ કરવો નહીં. આમ કરવાથી જીવાતો માં જે તે જંતુનાશકો સામે પ્રતિકારક શક્તિ પેદા થશે નહીં. તેના કારણે જંતુનાશકોનું પ્રમાણ વધારવાની જરૂર નહીં પડે અને અવશેષોના પ્રશ્ન ઘટશે. આ તમામ સૂચનો સાથે દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ દોષ અને જે તે રોગ જીવાત માટેની દવાઓ છે તે ભલામણ મુજબ અનુસરવા પણ જણાવવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleબીચ પર ના બોલ્ડ ફોટા શેર કરતાંની સાથેજ મૌની રૉય ના ચાહકોએ કર્યો સોશિયલ મીડિયામાં લાઇક્સ નો વરસાદ