Home દેશ - NATIONAL ખેડૂતોનો પીએમ મોદીના ઘર બહાર કપડા ઉતારી વિરોધ પ્રદર્શન

ખેડૂતોનો પીએમ મોદીના ઘર બહાર કપડા ઉતારી વિરોધ પ્રદર્શન

439
0

(જી.એન.એસ), તા.૧૦ નવી દિલ્હી
તામિલનાડુ માટે દુષ્કાળ પેકેજની માંગ કરી રહેલા ખેડૂતોએ સાઉથ બ્લોકની સામે નગ્ન પ્રદર્શન કર્યું હતું. તેમને વિખેરવા માટે સુરક્ષાબળોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મળતી માહિતી પ્રમાણે, 14મી માર્ચથી નવી દિલ્હીના જંતર મંતર ખાતે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે, સોમવારે સાત પ્રતિનિધિઓની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરાવવામાં આવશે. જોકે, કોઈ કારણસર એ શક્ય બની ન હતી અને વડાપ્રધાન કાર્યાલયના ઉચ્ચ અધિકારીએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું.
પોલીસ એસ્કોર્ટમાં બહાર નીકળીને ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને નગ્ન અવસ્થામાં દોટ મૂકી હતી. તેમને કાબુમાં લેવા માટે સુરક્ષાબળોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અહીંથી તેમને ક્યાં લઈ જવામાં આવ્યા, તે તત્કાળ સ્પષ્ટ થયું ન હતું.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા લગભગ સવા મહિનાથી તામિલનાડુના ખેડૂતો જંતર-મંતર ખાતે આત્મહત્યા કરનારા ખેડૂતોની ખોપડીઓ સાથે પ્રદર્શન કરી રહ્યાં છે. તેઓ તામિલનાડુના દુષ્કાળ માટે રૂ. 40 હજાર કરોડના પેકેજની માંગ કરી રહ્યાં છે, જેની સામે કેન્દ્ર સરકારે રૂ. 1400 કરોડ જેટલી રકમ છૂટી કરી દીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field