(જી.એન.એસ)તા.૨૬
નડિયાદ,
ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં ધમધમતી ડુપ્લીકેટ ઇનો બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. પોલીસને સાથે રાખીને પડાયેલી રેડમાં રૂપિયા ૨.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે ખેડા શહેર પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ કોપી રાઈટ ભંગનો ગુનો નોંધ્યો છે. આ તરફ ખેડા જિલ્લામાં એક બાદ એક નકલી સામગ્રી બનતી હોવાનું સામે આવતા જિલ્લો જાણે નકલ કરવાનું હબ બની ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખેડાના ગોબલજ-પાણસોરી રોડ, ઓ.એન.જી.સી. ગેટ નં.૩ પાછળ આવેલા ગોડાઉનમા ઈનોનું પરવાના વગર પેકિંગ થઈ રહ્યું હતું. જ્યાં ખેડા શહેર અને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે સાથે રાખી ગઈકાલે તપાસ આદરી હતી. આ સમયે ત્યાં ભગવાન રૂપા ભાટી (મુળ રહે.રાજસ્થાન) અને સુર્યપાલ શુભન દુરવે (રહે. મુળ મધ્યપ્રદેશ) મશીન પર ગેરકાયદે ઈનોનું પેકિંગ કરી રહ્યા હતા. ગોડાઉનમાં ડુપ્લીકેટ ઈનોના પાઉચ બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ગોડાઉનમાંથી પાઉચ પેકીંગ મશીન, ઈનોના પાઉચના લેબલ છાપેલ પ્લાસ્ટીકનો રોલ, પુઠાના બોક્ષમાં ઇનોના નાના બોક્ષ જે એક બોક્ષમા ૬૦ નંગ વાળા બોક્ષ નંગ-૩૬ની કિ.રૂ. ૧૯,૪૪૦, કંતાનના મોટા થેલાઓમાં ઈનોના ૨૦,૦૦૦ તૈયાર પાઉચ કિંમત રૂપિયા ૧.૮૦ લાખ, પ્લાસ્ટીકના પીપમા ઇનોનો પાવડર (રો-મટીરીયલ), ઈનોના લખાણવાળા પુઠાના ખાલી ૨૫ બોક્ષ, ઈનોના પાઉચ ભરવાની પુઠાની ડબ્બીઓ નંગ-૫૦૦૦, પુઠાના બોક્ષ પેકીંગ કરવાની પ્લાસ્ટીકની પટ્ટીનો શેલ, પ્લાસ્ટીકની પટ્ટીથી પુઠાના બોક્ષ પૈકીંગ કરવાનું સાધન મળી આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.