Home દેશ - NATIONAL ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના આરોપ પર વડાપ્રધાન મોદીએ કહી સ્પષ્ટ વાત

ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાના આરોપ પર વડાપ્રધાન મોદીએ કહી સ્પષ્ટ વાત

26
0

(જીએનએસ),૨૦

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારી સામેલ હોવાના અમેરિકાના દાવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે જો તેને લઈ અમેરિકાની પાસે કોઈ પુરાવા હોય તો તે રજૂ કરે. તેની સાથે જ વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ પ્રકારની કેટલીક ઘટનાઓના કારણે ભારત અને અમેરિકાના સંબંધો પર કોઈ અસર પડશે નહીં. એક ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું જો મને કોઈ તેના વિશે કોઈ પુરાવા આપે છે તો નિશ્ચિત રીતે અમે તેની પર વિચાર કરીશું. જો અમારા કોઈ નાગિરકે કંઈક સારૂ કે ખોટુ કર્યુ છે તો અમે તેની પર વિચાર કરીશું. અમેરિકાએ હાલમાં જ પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય અધિકારી સામેલ હોવાનો દાવો કર્યો હતો. બાઈડેન પ્રશાસને કહ્યું હતું કે આ ષડયંત્રમાં એક ભારતીય અધિકારીનો હાથ છે. અમેરિકાએ આ આરોપો બાદ ભારતીય વિદેશ મંત્રાલયે એક કમિટી બનાવી છે. આ કમિટી અમેરિકાના દાવા અને પુરાવાની તપાસ કરશે..

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમી દેશ અલગાવવાદી તત્વોને સમર્થન કરતું નથી. જણાવી દઈએ કે ભારતે ગુરૂપતવંત સિંહ પન્નુને વર્ષ 2020માં આતંકી જાહેર કર્યો હતો. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 29 નવેમ્બરે એક નિવેદનમાં કહ્યું હતું ભારતીય મૂળના નિખિલ ગુપ્તાએ ન્યૂયોર્કમાં ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું ષડયંત્ર રચ્યુ હતું. ગુપ્તાને ભારતીય અધિકારી તરફથી નિર્દેશ મળ્યા હતા. નિખિલ ગુપ્તાની જૂનમાં ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેને અમેરિકા પ્રત્યાર્પણની પ્રક્રિયા ચાલી રહી છે. જણાવી દઈએ કે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ વર્ષએ પન્નુની સામે પ્રથમ કેસ દાખલ કર્યો હતો. ખાલિસ્તાની આતંકી પન્નુ વર્ષ 2019થી જ એનઆઈએના રડાર પર છે. વિદેશમાં રહેતા પન્નુ સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યો હતો. ત્યારે પંજાબમાં અલગાવ વધારવાનો આરોપ છે. સાથે જ તેની પર ભારતમાં અલગથી ખાલિસ્તાન રાજ્ય બનાવવા માટે યુવાઓને ભડકાવાનો આરોપ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field