(GNS),04
8 જુલાઈના રોજ ઓટાવા, ટોરોન્ટો અને વાનકુવરમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા કાઢવામાં આવનારી રેલી અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતે સોમવારે કેનેડિયન હાઈ કમિશનર કેમેરોન મેકેને બોલાવ્યા હતા. ભારતે કેનેડા સરકારને રેલી રોકવા અને ખાલિસ્તાની સમર્થકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભારત સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે, જ્યારે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ પ્રદર્શનને લઈને એક પોસ્ટર બહાર પાડ્યું હતું, જેના પર ભારતીય રાજદ્વારીઓના નામ પણ લખવામાં આવ્યા હતા. આ સાથે જ ભારતના વાંધાઓ પર કેનેડા સરકારનો જવાબ પણ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે 23 માર્ચની અન્ય એક ઘટનાને લઈને કેનેડાની સરકાર સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેનેડામાં ભારતીય હાઈ કમિશનર સંજય વર્માએ પણ આ ઘટનાને લઈને કેનેડાના અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવ્યો છે. હકીકતમાં, 23 માર્ચે, કેટલાક શીખ ઉગ્રવાદીઓ દ્વારા હાઇ કમિશન પરિસરમાં સ્મોક કૈનિસ્ટર ફેંકવાનો મામલો સામે આવ્યો હતો. સોમવારે વિદેશ મંત્રાલય અને કેનેડાના હાઈ કમિશનર વચ્ચેની બેઠક બાદ આજે એટલે કે મંગળવારે કેનેડાના વિદેશ મંત્રાલયને મૌખિક નોંધ પણ મોકલવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં ખાલિસ્તાનીઓના સૌથી મોટા અડ્ડા તરીકે ઉભરી આવ્યું છે.
ભારતમાં જ્યારે પણ ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અથવા તેમના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવે છે ત્યારે તેની અસર કેનેડામાં જોવા મળે છે. કેનેડાએ ભારતમાં પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનના ઘણા આતંકવાદીઓને આશ્રય આપ્યો છે. તેમાંથી ઘણાના માથા પર લાખો રૂપિયાનું ઈનામ પણ લગાવવામાં આવ્યું છે, આમાં નિજ્જરનું નામનો પણ સમાવેશ હતો. કેનેડામાં શરણ લેનાર ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને 18 જૂને બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ હત્યાના વિરોધમાં કેનેડામાં રહેતા ખાલિસ્તાની સમર્થકોએ 8મી જુલાઈએ ઓટાવા, ટોરોન્ટો અને વેનકુવરમાં વિરોધ રેલીઓ અને દેખાવોની જાહેરાત કરી છે. ખાલિસ્તાની સમર્થકોનું કહેવું છે કે નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ છે. ભારતના વિરોધ પર કેનેડા સરકારનો જવાબ પણ સામે આવ્યો છે. કેનેડાની સરકારે દેશમાં ભારતીય મિશનની સામે ખાલિસ્તાની સમર્થકોની પ્રસ્તાવિત રેલીને અસ્વીકાર્ય ગણાવી છે. સોમવારે સાંજે ટ્વિટર પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં, કેનેડાના વિદેશ બાબતોના પ્રધાન મેલાની જોલીએ કહ્યું કે કેનેડા રાજદ્વારીઓની સલામતી અંગે વિયેના સંમેલન હેઠળ તેની જવાબદારીઓને ખૂબ ગંભીરતાથી લે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.