(જી.એન.એસ) તા.૨૩
સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં ખાનગી ફાયનાન્સ કંપનીનું કૌભાંડ બહાર આવ્યું. ફાયનાન્સ કંપની બનાવટી દસ્તાવેજ દ્વારા હોમલોન આપી છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી. સુરેન્દ્રનગરમાં ખાનગી ફાયનાન્સ કંપનીનું કૌભાંડ બહાર આવ્યું. ફાયનાન્સ કંપની બનાવટી દસ્તાવેજ દ્વારા હોમલોન આપી છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી. કંપની પાસેથી હોમલોન લેવામાં છેતરપિંડીનો ભોગ બનેલા અંદાજે 20 લોકોએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. ફાયનાન્સ કંપનીએ હોમલોનના બહારને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લીધા. આજકાલ કૌભાંડ પર કૌભાંડ પ્રકાશમાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં નકલચી અને બનાવટ કરી છેતરપિંડી કરવાના કિસ્સામાં વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં નોરધન આર્ક કેપીટલ લિમિટેડ નામની ખાનગી ફાયનાન્સ કંપનીએ હોમલોનની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડી કરી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને લોન કૌભાંડમાં ટાર્ગેટ કરવામાં આવ્યા. શહેરના મેગા મોલમાં આવેલ નોરધન આર્ક કેપીટલ લિમિટેડ કંપની ખોટા ડોક્યુમેન્ટ દ્વારા લોકોને હોમલોન આપવાની લાલચ આપી. ફાયનાન્સ કંપનીએ ગ્રામ્ય વિસ્તારમાં પતરાંવાળા મકાનમાં રહેતા લોકોને ધાબાવાળા મકાન બનાવવા ઓછા વ્યાજ દરે હોમલોન અપાશે તેમ કહી ફસાવ્યા. લોનની મંજૂરી માટે પતરાવાળા મકાનના ફોટા પણ ફાઈલોમાં જોડ્યા હતા. અને તેના બાદ જ્યારે અરજદાર લોન માટે અરજી કરે ત્યારે તેમને સરકારના ખોટા દસ્તાવેજ બતાવી તેમની લોન મંજૂરી થઈ ગઈ છે તેમ કહી પૈસા પડાવતા. અરજદારોનો ખાતામાં જ્યારે રૂપિયા જમા થાય ત્યારે તેમના આ રૂપિયા અન્ય લોકો ઉપાડી લેતા હતા. આ મામલે ભોગ બનનાર અરજદારો જ્યારે ખાનગી ફાયનાન્સ કંપનીને પૂછપરછ માટે ગયા ત્યારે અધિકારીઓ ફરાર થઈ જતા છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડ્યું. આ મામલે વધુ તપાસ કરતા અનેક લોકો નોરધન આર્ક કેપીટલ લિમિટેડ કંપનીની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જાણવા મળતા અરજદારોએ બી-ડિવીઝન પોલીસ મથક સહિત મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. ખાનગી ફાયનાન્સ કંપની દ્વારા બનાવટી દસ્તાવેજના આધારે કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનો પર્દાફાશ થતાં આ વિસ્તારના અન્ય સંબંધિત લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. આ કૌભાંડમાં અંદાજે 150થી વધુ લોકો ભોગ બન્યા હોવાની શંકા છે. પોલીસે હાલમાં ભોગ બનનાર લોકોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.