ચીખલી પંથકમાં મોટી સંખ્યામાં પથ્થરની ખાણો અને ક્રશર પ્લાન્ટો સાથે ક્વોરી ઉદ્યોગ ધમધમે છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચીખલી વિસ્તારમાં સૌથી મોટો ક્વોરી ઉદ્યોગ છે ત્યારે થોડા વર્ષ પૂર્વે સરકાર દ્વારા લીઝની ફાળવણીમાં નિયમોમાં ફેરફાર કરાતા ખાનગી માલિકીની જમીનમાં લીઝ ફાળવવા માટે હરાજીની પ્રથા દાખલ કરવામાં આવી હતી. જેને લઈને અનેક મુશ્કેલીઓ સર્જાતા ક્વોરીના સંચાલકો દ્વારા સરકારના ખાણ ખનીજ અને અન્ય સંબંધિત વિભાગોમાં અવાર નવાર રજૂઆત કરવામાં આવી રહી હતી.
જેને લઈને સરકાર દ્વારા ગુજરાત ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-2022માં વહીવટી સરળતા અને જાહેર હિતના હેતુ સાથે ખાણકામ નિયમોમાં સુધારો જાહેર કરી હવેથી ખાનગી જમીન માલિકોને ચાર હેકટર સુધીના વિસ્તારમાં તમામ ગૌણ ખનીજો માટે જાહેર હરાજી વગર અરજી આધારિત નિયમોનુસાર પ્રિમિયમથી લીઝની ફાળવણી કરવાનું જાહેર કરવામાં આવતા વર્ષો જૂની માંગણી સંતોષાતા ક્વોરી સંચાલકોમાં ખુશી ફેલાઈ છે.
વધુમાં લીઝ મેળવવા એન્વાયરમેન્ટ ક્લિરિયન્સ, એનઓસી, વનવિભાગનું ક્લિરિયન્સ, મહેસુલી અભિપ્રાય વગેરેને નવી મંજૂરી સમયે અગાઉ લેવામાં આવેલ મંજૂરીને માન્ય ગણવામાં આવશે અને બીજીવાર મંજૂરી લેવાની જરૂરિયાત નહીં હોવાનો પણ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લીઝ માટે જાહેર હરાજીના નિયમથી ખાનગી જમીન માલિકોને મોટું નુકસાન થયું હતું. આ બાબતની રજૂઆત કરાતા સરકાર દ્વારા જાહેર હરાજીનો નિર્ણય પડતો મૂકી ક્વોરી સંચાલકોની વર્ષો જૂની અનેક માંગણીઓમાં મહત્વની એક માંગણી સંતોષવામાં આવી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.