Home ગુજરાત ખાખી ઉપર સતત હુમલા કોના ઈશારે…? હીરાવાડી પછી રામોલમાં ખાખી ઉપર હુમલો

ખાખી ઉપર સતત હુમલા કોના ઈશારે…? હીરાવાડી પછી રામોલમાં ખાખી ઉપર હુમલો

418
0

(જી.એન.એસ રવિંદ્ર ભદોરિયા), તા.૧૧/૧૦

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. અમદાવાદનો પૂર્વ વિસ્તાર બિઝનેસ માટે પણ ઓળખાય છે ત્યારે ક્રાઇમની દુનિયામાં પણ તેનું નામ આગળ છે.ગઈ મોડી રાત્રે અમદાવાદના રામોલ પોલિસ સ્ટેશનના પોલિસ સબ ઈન્સપેકટર અર્જુન ભરવાડ પર કૈલાસ કોલોની સોસાયટી વંડરપોઈન્ટ માર્ગ પર સ્થાનિક અસામાજિક તત્વોએ બુટલેગર સાથે મળી તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કયોઁ હતો. ઘટના સમયે PSIને ગંભીર ઇજા પહુચતાં સારવાર અર્થે 108 દ્વારા એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

ગુન્હાઓને નાથવા અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સાથે સાયબર સેલ કામ કરી રહી છે. પણ અમદાવાદનો આ પૂર્વ વિસ્તાર ગુન્હાઓની રેસમાં આગળ છે. કારણ કે થોડા દિવસ અગાઉ પેલા હીરાવાડી મહાવીરનગરમાં બે હોમગાર્ડ ઉપર લુખ્ખાઓએ પથ્થર વડે હુમલો કરી રીક્ષા તોડી પાડી હતી. ત્યારે ફરી ખાખી વર્ધિ ઉપર લુખ્ખાઓએ હુમલો કરી કાનૂનને ચેતાવણી આપી છે. હીરાવાડીમાં થયેલ હુમલા અંગે હજુ પોલીસે ગુન્હાની નોંધ લીધી નથી. જેથી કહી શકાય કે બાપુનગર પોલીસ આ લુખ્ખાઓને છાવરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આજે પોલીસ ઉપર હુમલો કરી ફરી લુખ્ખાઓ ફરાર થઈ ગયા.

અમદાવાદ શહેરમાં જ્યારે પોલીસ જ સલામત નથી તો આમ જનતાની સલામતી કોણ કરશે..? અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દિવસે દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે પોલીસની કાર્યવાહી ઉપર પણ સવાલ ઉઠી રહયા છે.પી.એસ.આઈ ઉપર હુમલો કરનાર અક્ષય ભુરિયો તેમજ અજીત વાઘેલા સહિતના દાદાઓ આ વિસ્તારમાં રહેતા હતા ત્યારે લોકોને હેરાન પરેશાન કરતા હતા.અને તેમના વિરુદ્ધ સોસાયટીના રહીશોએ સેકટર -૨ માં રેલી સ્વરૂપે રજુઆત બાદ તેઓને ઝડપી લઈને પાસામાં મોકલાયા હતા.પરંતુ તેઓ જેલથી છુટી આવીને ફરી સોસાયટીના રહીશોને રંજાડતા હતા. અને આજે તેઓ એ પી.એસ.આઈ. પર હુમલો કરીને આતંક અને અરાજકતા ફેલાવી. એક તરફ દારૂ માટે ગુજરાત સરકાર અને રાજસ્થાન સરકારમાં દારૂ બંધ કરાવવા માટે આમને સામને આવી ગઈ છે. ત્યારે ફરી લોકોની સુરક્ષા કરનાર રામોલના પી.એસ.આઈ ઉપર બુટલેગર અને લુખ્ખાઓ દ્વારા હુમલો કર્યો હતો. ડિજિટલ ઇન્ડિયામાં ખાખી ઉપર થતા હુમલા ક્યારે અટકશે..? તે એક મોટો સવાલ છેેે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબા ડાંસની ધૂમ
Next articleશંકર”સિંહ”નું શક્તિપ્રદર્શન: શક્તિદળ શહેરમાં ફ્લેગમાર્ચ કરશે