(જી.એન.એસ) તા. ૪
વડોદરા,
વડોદરા ના જાંબુઆમાં BSUP હાઉસિંગના મકાનો આવેલા છે. આ મકાનો 12 વર્ષમાં જ ખખડી ગયા હોવાનું ધ્યાને આવતા વિપક્ષના નેતા અમીબેન રાવત તાજેતરમાં જ સ્થળ મુલાકાતે ગયા હતા. અને નાગરિકોની સમસ્યાને ઉજાગર કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં નહી આવતા ગતરાત્રે અહિંયા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને ગંભીપ ઇજાઓ ભાગે ઇજાઓ પહોંચી છે. મહિલાને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ચોમાસામાં જર્જરિત મકાનના કારણે મૃત્યુ થયાની આ પ્રથમ ઘટના છે.
ચોમાસા પહેલાથી પાલિકા તંત્ર દ્વારા જર્જરિત ઇમારતો-મકાનો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતું તંત્રની કામગીરી સિવાય પણ કેટલાય જર્જરિત માળખા હોવાનું વિપક્ષના નેતા દ્વારા ધ્યાને લાવવામાં આવ્યું હતું. આ પૈકી એક જાંબુઆમાં બીએસયુપીના આવાસ હતા. આ આવાસ બન્યાને હજી 12 વર્ષ જેટલો સમય જ વિત્યો છે. ત્યાં તો આરસીસી સ્ટ્રક્ચરથી લઇને ઘરોની હાલત ખખડધજ્જ મળી આવી હતી. તાજેતરમાં અમીબેન રાવત દ્વારા સ્થળ મુલાકાત લઇને હકીકતથી તંત્રને વાકેફ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમ છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું. અને જેનો ડર હતો તે ઘટના સામે સામે આવવા પામી છે. ગત મોડી રાતના સમયે જાંબુઆ આવાસના મકાનોમાં છતનો પોપડો પડતા વૃદ્ધ મહિલા જનાબેન (ઉં. 77) ઇજાગ્રસ્ત થયા હતા. તેમના તાત્કાલીક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ તકે અમીબેન રાવત દ્વારા જણાવાાયું કે, માત્ર 12 વર્ષમાં જ આસસીસીનું માળખું કેવી રીતે ખખડધજ્જ થઇ શકે ! પાલિકા દ્વારા તાત્કાલીક ધોરણે અહિંયા રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઇએ. જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે, અને કોઇ દુર્ઘટના ઘટે તો તેની માટે જવાબદાર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રહેશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.