ખંભાળિયા તાલુકામાં વીજતંત્ર દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વીજતંત્રની 35 ટીમ દ્વારા ખંભાળિયા શહેર અને વડત્રા ડિવિઝનમાં વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી 480 વીજ જોડાણ ચેક કર્યા હતાં. જેમાંથી 72 જોડાણમાં ગેરરીતિ મળી આવતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ.23.35 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. હાલારમાં થતી વીજ ચોરીને ડામવા ત્રણ મહિના બાદ વીજ તંત્ર દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.
જે અંતર્ગત વીજતંત્રની 35 ટીમે ખંભાળિયા શહેર અને તાલુકાના વડત્રા ડિવિઝનમાં વિસ્તારોમાં ચેકીંગ કર્યું હતું. જેમાં કુલ 480 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી 72 જોડાણોમાં ગેરરીતિ ખુલતા વીજ ચોરી કરનાર આસામીઓને રૂ. 23.45 લાખના દંડનીય બીલ ફટકારવામાં આવ્યા હતા. વીજ ચેકીંગની કામગીરી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 18 એસઆરપી ,12 પોલીસ તથા 4 એકસ આર્મીના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
વિજચેકીંગની કામગીરીનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. વીજતંત્ર દ્વારા જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન વીજ તંત્રએ 13.45 લાખની વીજચોરી પકડી પાડી હતી. જે બાદ ગુરૂવારે ખંભાળિયા પંથકમાં વીજતંત્રના ચેકીંગમાં વધુ 23.35 લાખની વીજચોરી ખૂલી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.