Home ગુજરાત ખંભાળિયામાં દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો

ખંભાળિયામાં દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો

40
0

ખંભાળિયા નજીક જામનગર માર્ગ તરફથી આવતી એક સ્વિફ્ટ મોટરકારને એલસીબી પોલીસ સ્ટાફે અટકાવતા દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ પ્રકરણમાં પોલીસે વિદેશી દારૂ તથા કાર સહિત કુલ રૂપિયા ૪.૪૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર બપોરે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર તરફથી ખંભાળિયા બાજુથી આવી રહેલી સ્વિફ્ટ કારને પોલીસે આશરે છ કિમી દૂર ટોલ ગેઈટ પાસે અટકાવી હતી. પોલીસને જાેઈને આરોપીએ કાર દોડાવી દીધી હતી.

થોડે આગળ જઈ અને ચાલકે દલવાડી હોટલ પાસે કારને એક બાજુ રેઢી મુકીને નાસી છૂટતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. થોડે આગળ જઈ અને એક પુલીયા નીચે કારચાલકે જંપ લગાવી હતી. જેના કારણે તે ઘવાયો હતો અને તેને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આથી પોલીસે મોટરકારના ચાલક એવા દ્વારકાના જકાતનાકા વિસ્તારમાં રહેતા ચેતન રણછોડભાઈ રાઠોડને હોસ્પિટલ ભેગો કર્યો હતો.

આ ધટનામાં પોલીસે કારમાં છુપાવીને લઈ જવાતી રૂપિયા ૧.૩૬ લાખની કિંમતની ૩૪૦ વિદેશી દારૂની બોટલ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતની સ્વીફ્ટ કાર ઉપરાંત રૂ. ૧૦,૦૦૦ની કિંમતના એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૪.૪૬ લાખના મુદ્દામાલ સાથે ચેતન રણછોડ રાઠોડ સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો.

દારૂનો આ જથ્થો તેણે બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે રહેતા દિનેશ નામના એક શખ્સ પાસેથી લઈ અને દ્વારકા તાલુકાના ધિણકી ગામે રહેતા પરધુભા દેવુભા સુંભણીયા નામના શખ્સને પહોંચાડવા માટે જતો હોવાનું કબુલતા આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી દારૂ આપનાર તથા મેળવનાર શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર પ્રકરણની તપાસ એલસીબીના હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુ ચલાવી રહ્યા છે.

આ કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, ભરતભાઈ ચાવડા, અજીતભાઈ બારોટ, કેશુરભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, વિપુલભાઈ ડાંગર વગેરે દ્વારા કરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહિંમતનગરમાં બાપ્સ દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી
Next articleએક રિસર્ચમાં મંકીપોક્સના કેટલાક નવા લક્ષણો સામે આવ્યા, તમારે જાણવા ખુબ જરૂરી છે : રિસર્ચર્સ