Home ગુજરાત ખંભાળિયામાં ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડમાં દુબઈ નાસી છૂટેલો આરોપી ઝડપાયો

ખંભાળિયામાં ડ્રાઇવિંગ લાયસન્સ કૌભાંડમાં દુબઈ નાસી છૂટેલો આરોપી ઝડપાયો

33
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પ્રકરણમાં એક આરોપી દુબઈ નાસી છૂટ્યા બાદ અહીં પરત આવતા ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તેને ખંભાળિયા પાસેથી ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે પાંચેક માસ પૂર્વે કેટલાક આસામીઓના બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ કાઢવામાં આવ્યા હોવા અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

જેના અનુસંધાને જે-તે સમયે સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ વિસ્તારમાં રહેતા અને વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા મહંમદ સલીમ હુસેન ભોકલનું નામ ખુલવા પામ્યું હતું. ઉપરોક્ત શખ્સ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે દુબઈ નાસી છૂટ્યો હતો. આ શખ્સ દુબઈથી પરત આવ્યો હોવાની માહિતી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના કોન્સ.

ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળતા ઉપરોક્ત શખ્સને ખંભાળિયા નજીકના હાઈવે ચાર રસ્તા પાસે આવેલી સરકારી હોસ્પિટલ પાસે ઉભો હોવાની બાતમીના આધારે 52 વર્ષિય ઉપરોક્ત શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ડ્રાઇવિંગ લાયસન્સ અંગેનો ગુનો કર્યો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી, વધુ તપાસ અર્થે સલાયા મારીન પોલીસને સોંપ્યો છે.

આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. વિભાગના ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. મહંમદ બલોચ, હરદેવસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅરવલ્લીમાં સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ બાયડ લઈ જતા ટ્રક ધનસુરા પાસે ખોટકાઈ
Next articleઅંબાજી સરહદ છાપરી ચેકપોસ્ટ પર એસ. ટી. બસમાંથી ગાંજા સાથે એકની ધરપકડ