(જી.એન.એસ) તા.૩
ખંભાળિયા,
ખંભાળિયામાં એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા મહિલા કંડકટરને પરેશાન કરી અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ અંગે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી, આરોપી ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી. વિગત મુજબ મધ્ય ગુજરાત તરફના જિલ્લામાં રહેતી અને પરિણીત એવી એક યુવતી એસટી વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતી હોય, તેણી ખંભાળિયામાં એક મકાન ભાડે રાખીને રહેતી હતી. તેની સાથે બસમાં કામ કરતા ડ્રાઇવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા ને કંડકટર મહિલા સાથે વાતચીતનો વ્યવહાર હતો. આ બંનેની ફરજના સમયગાળા દરમ્યાન એસ.ટી. બસ ચાલક પુંજાભાઈ દ્વારા કોઈના કોઈ બહાને મહિલા કંડકટર સાથે આત્મીયતા વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. આટલું જ નહીં, તેના દ્વારા મહિલાને શરીર સંબંધ બાંધવા માટે કહેવામાં આવતા તેણીએ ના કહી દીધી હતી. પરંતુ તેણે મહિલાને મારી નાખવાની તેમજ નોકરીમાંથી છૂટા કરાવી દેવાની ધમકી આપી મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ધોરણસર ફરિયાદ મહિલાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે. આ ઉપરાંત તેના મોબાઈલમાં મહિલાના ફોટા અને વિડિયો હોવાનું કહી અવારનવાર ધમકી આપી, બળજબરીપૂર્વક સંબંધ રાખી દુષ્કર્મ ગુજારવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મહિલાએ પોતાની માતાને જાણ કરી હતી અને ત્યાર બાદ આ સમગ્ર મામલો ખંભાળિયા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી ખંભાળિયા પોલીસે મહિલાની ફરિયાદ પરથી એસટી બસના ડ્રાઇવર પુંજાભાઈ રામાભાઈ ઉલવા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.