Home ગુજરાત ખંભાળિયાના ભરાણા પાસેથી વિદેશી સિગારેટ 550 પેકેટ સાથે બે ઝડપાયા

ખંભાળિયાના ભરાણા પાસેથી વિદેશી સિગારેટ 550 પેકેટ સાથે બે ઝડપાયા

34
0

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામ પાસેથી ગઈકાલે દ્વારકા એસઓજીએ ભરાણા ગામના જ બે શખ્સને વિદેશી સિગારેટના ૫૫૦ પેકેટના જથ્થા સાથે પકડી પાડી સિગારેટ કબજે લીધી છે. બંને શખ્સની પૂછપરછ હાથ ધરાઈ છે. ખંભાળિયાના વાડીનાર પાસે દ્વારકા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ભરાણા બંદર પાસે બે શખસ વિદેશી સિગારેટના જથ્થા સાથે ઉભા હોવાની બાતમી મળતા એસઓજી ટીમ ધસી ગઈ હતી, ઘેડીયા પીરની દરગાહ પાસેથી ભરાણા ગામના દાઉદ અબ્બાસ માણેક અને નઝીમ કાસમ ભાયા મળી આવતા તલાસી લીધી હતી.

આ બંને શખસના કબજામાં રહેલા પ્લાસ્ટિકના બાચકાની તલાશી લેવાતા તેમાંથી રૂ.2,07,990ની કિંમતનો વિદેશી સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ શખસો પાસેથી તે સિગારેટ અંગે બીલ કે અન્ય આધાર માગવામાં આવતા તે મળ્યા ન હતા. આ શખસો પાસેથી માર્લબોરો બ્રાન્ડના વિદેશી સિગારેટના 397 પેકેટ, એલએન્ડએમ રેડલેબલ બ્રાન્ડના 55 પેકેટ તથા માલબોરો ગોલ્ડ બ્રાન્ડના 78 પેકેટ મળી રૂ.2 લાખથી વધુની કિંમતની વિદેશી સિગારેટ કબ્જે લીધી હતી.

બંનેની પૂછપરછ શરૂ કરાઈ છે. ઈન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયા, એએસઆઈ મહંમદભાઈ બ્લોચ, ઈરફાન ખીરા, દિનેશ માડમ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલે કરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગઢડાના રોજમાળ ગામે વાડીમાં આવેલા મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલો ઘરવઘરી બળીને ખાખ
Next articleઅમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરી વધતા સેન્ટ્રલ એજન્સીઓએ રાખશે વોચ