Home ગુજરાત ખંભાળિયાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરનારને ઝડપ્યો, પોલીસે રૂ.92 લાખ રકમ કબજે કરી

ખંભાળિયાના ખેડૂતો સાથે છેતરપિંડી આચરનારને ઝડપ્યો, પોલીસે રૂ.92 લાખ રકમ કબજે કરી

24
0

ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો પાસેથી મગફળી મેળવી અને તેઓને પૈસા આપવાના બદલે છેતરપિંડી કરી નાસી ગયેલા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન રૂપિયા 91 લાખથી વધુની રોકડ રકમ જુદી-જુદી જગ્યાએથી પોલીસે કબજે લીધી છે. આ ચકચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામે રહેતા એક શખસ દ્વારા તાલુકાના જુદાજુદા ગામોના ખેડૂતો પાસે જઈને મગફળી સહિતની ખેત પેદાશ વેચાતી લીધી હતી. તેના બદલે રોકડ રકમ ચૂકવવાનો વ્યવસાય કરવામાં આવતો હતો.

આ શખસ દ્વારા તાજેતરમાં ખંભાળિયા તાલુકાના આહેર સિંહણ ગામ સહિતના જુદા જુદા ગામોમાં રહેતા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી અને તેઓને પૈસા ન ચૂકવાતા તારીખ 17ના રોજ આ શખસ સામે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આમ, બે ડઝનથી વધુ ખેડૂતોની રૂપિયા 98.36 લાખ જેટલી મગફળી લઈને પૈસા ન ચૂકવેલા આ શખ્સની ગત તારીખ 22મીના રોજ પોલીસે અટકાયત કરી હતી. પાંચ દિવસના રિમાન્ડ પર લીધો હતો. ત્યાર બાદ જરૂરિયાત જાણતા અદાલતે બે દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરેથી પોલીસે રૂ. 5,20,000 રોકડા તેમજ જુદા જુદા સંબંધીઓના ઘરે તેના દ્વારા રાખવામાં આવેલી રૂપિયા 70 લાખની રકમ પોલીસે કબજે લીધી છે. આ ઉપરાંત જુદા જુદા ઓઇલ મીલના વેપારીઓ પાસેથી રૂ. 16,42,750 મળી કુલ રૂપિયા 91,62,750ની રકમ કબજે લેવામાં પોલીસને સફળતા સાંપળી હતી. આમ, ખેડૂતોની મગફળી લઈ બારોબાર વેચી મારી અને નાસી છૂટેલા શખસ પાસેથી પોલીસને રૂપિયા 92 લાખ જેટલી માતબર રકમ મેળવવા સફળતા મળી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં રત્નકલાકારને ઓટીપી આવ્યા વગર જ લાખ રૂપિયા ઉપડી ગયાનો ઓનલાઈન ફ્રોડ થયો
Next articleમોરબીના પીપળીયા ગામે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી થઇ, સામસામી પોલીસ ફરિયાદો દાખલ