Home ગુજરાત ખંધા રાજકારણી મોહનસિંહ રાઠવાએ ભાજપનો ખેસ પહેર્યો

ખંધા રાજકારણી મોહનસિંહ રાઠવાએ ભાજપનો ખેસ પહેર્યો

35
0

ગુજરાત વિધાનસભાના સિનિયર ધારાસભ્ય અને જાયન્ટ કિલર એવા મોહનસિંહ રાઠવાએ પોતાના રાજકીય જીવન દરમિયાન પાટલી બદલવાનો પણ રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ રાજકીય જીવન દરમિયાન છ છ પાર્ટી બદલીને જીવનના અંતિમ ચરણમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. મોહનસિંહ રાઠવાએ 1972 થી વિધાનસભા ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી અને સંસ્થા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે પ્રથમવાર વિધાનસભામાં પ્રવેશ મેળવીને રાજકીય સફરની શરૂઆત કરી હતી.

ત્યારબાદ બીજી વખત 1975માં વિધાનસભાની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચીમન પટેલને 25 હજાર કરતાં વધુ મતથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. 1980 અને 1985 માં જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને વિજેતા થયા હતા. ત્યારબાદ 1990 માં જનાતાદળમાંથી ચૂંટણી લડીને વિજેતા બન્યા હતા અને રાજ્યના પંચાયત મંત્રી બન્યા હતા. ત્યારબાદ ચીમન પટેલે વર્ષ 1990 માં જનાતાદળમાંથી છૂટા પડીને જનતાદળ ગુજરાતની સ્થાપના કરતા ગુજરાતની આખે આખી સરકારના જનતાદળના ધારાસભ્યો જનતાદળ ગુજરાત નામનો નવો પક્ષ બનાવીને તેમાં આવી ગયા હતા,

પરંતુ 1995 આવતા આવતા ચીમનભાઈ પટેલે ગુજરાત જનતાદળનો વિલય કોંગ્રેસમાં કરી દેતા મોહનસિંહ રાઠવાએ 1995 માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને 2022 સુધી કોંગ્રેસમાં રહ્યા હતા અને કોંગ્રેસમાં 27 વર્ષ રહ્યા બાદ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વની વાત એ છે 27 વર્ષ સુધી ભાજપને ગાળો આપીને ભાજપની નીતિનો વિરોધ કરનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાઈ જતા સ્થાનિક પ્રજામાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરત પોલીસ કમિશનર કચેરીમાં પત્નીઓ જાહેરમાં બાખડી, પતિ ગાયબ થતા થઇ મારામારી
Next articleમોદી સરકારે ટીવી ચેનલો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન