(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર,
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો પ્રચાર ચાલી રહ્યો છે. આજે પણ રૂપાલાએ પાટીદાર સમાજ વચ્ચે પ્રચાર કર્યો. ત્યારે હવે પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટીપ્પણીનો મામલે હાઈકમાન્ડે મોટા ફેરફાર કર્યા છે. રૂપાલાની પ્રચાર ટીમમાં ટોપ લેવલના ફેરફાર કરાયા. જેમા મોટાગજાના નેતાઓને બાયપાસ કરાયા છે. હાલ ન માત્ર રાજકોટમાં, પરંતુ ક્ષત્રિયોના વિરોધની આગ હવે અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ છે. ભાજપ ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ કરી રહી છે. આ ડેમેજ કન્ટ્રોલમાં મોટો નિર્ણય લેવાયો છે. હાલમા જ દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલાની પ્રચાર ટીમમાં બદલાવ કરાયો છે. રૂપાલાના રથના સારથી અને કોર ટીમમાં વ્યાપક બદલાવ કરાયો છે. અત્યાર સુધી આ બેઠક માટે જેના હાથમાં સુકાન હતું, તેવા મોટાગજાના એક નેતાને પ્રચારની ભૂમિકામાં બહાર ધકેલાયા છે. એવી ચર્ચા છે કે, રાજકોટમાં ટિકિટની ઈચ્છા ધરાવતા એક મજબૂત દાવેદારને ભાજપે ટિકિટ ન આપી, અને રૂપાલાને ચાન્સ મળ્યો. આવામાં રૂપાલાની એક ટિપ્પણી રાજકીય મુદ્દો બની ગયો. આવામાં આ નેતાને લોકસભાની ચૂંટણીમાં રૂપાલાના પ્રચારમાંથી દૂર કરાયા છે. તો બીજી તરફ નવી ટીમ બનાવીને પ્રચારમાં કામે લાગી ગઈ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.