(જી.એન.એસ) તા.૨૧
રાજકોટ,
જેતપુરના બેંક ઓફ બરોડાના ક્રેડિટકાર્ડનું કામ કરતા જૂનાગઢના શખ્સે મહિલા વેપારી સહીત ૯ લોકોને ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા અને લીમીટ વધરવાના બહાને શખ્સે મોબાઈલમાંથી પાસવર્ડ મેળવી રૃ.૩.૬૫ લાખની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવાયો છે. મળતી વિગતો મુજબ જેતપુરના કણકીયા પ્લોટમાં ગોકુલ ઇલેક્ટ્રીક નામની દુકાન ચલાવતા અને કેનાલ કાંઠે રહેતા ચંદ્રિકાબેન નટવરલાલ ભગવાનજીભાઈ માલવીયા બેંક ઓફ બરોડાનુ ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા બેંકમાં ગયા હતા.અને બેંકમાં ક્રેડીટ કાર્ડનુ કામ કરતા જુનાગઢના પ્રદીપભાઈ ભીખુભાઈ વાળાને મળતા તેણે ચંદ્રિકાબેનનો મોબાઇલ ફોન લઈ તેમાં પ્રોસેસ કરી થોડીવાર પછી તમારૃ કેડીટ કાર્ડ થોડા દિવસમાં બંધ થઈ જશે તેમ કહી મોબાઈલ પાછો આપી દીધો હતો.બાદમાં કાર્ડ બંધ ન થતા પ્રદીપભાઈને ફોન કર્યો ત્યારે તે બે-ત્રણ વાર તે ચંદ્રિકાબેનની દુકાને આવી પ્રોસેસ માટે મોબાઈલ લઈ પરત આપી ફ્રેડીટ કાર્ડ બંધ થઇ જશે તેમ વાત કરી જતો રહેતો હતો. ત્રણેક માસ પહેલા ચંદ્રિકાબેનને ફોન આવેલ કે તમારે કેડીટ કાર્ડના બીલના રૃ.૭૦,૦૦૦ ચુકવવાના છે. જેથી તેમણે બેંકે જઈ તપાસ કરતા જાણવા મળ્યું પોલીસે આરોપી પ્રદીપ ભીખુભાઈ વાળાને કોર્ટમાં રજૂ કરતાં ૩ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા તેમજ સહ આરોપી રવિને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.