Home મધ્ય ગુજરાત અમદાવાદ  ક્રિકેટ સટ્ટાના બેટિંગમાં થતી કાળી કમાણીના રૂપિયાની હેરફેર માટે બેંક એકાઉન્ટ ભાડે...

 ક્રિકેટ સટ્ટાના બેટિંગમાં થતી કાળી કમાણીના રૂપિયાની હેરફેર માટે બેંક એકાઉન્ટ ભાડે લાવી આપનાર ટોળકીના 3 સભ્યોની ધરપકડ

11
0

(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ખોખરા વિસ્તારમાં પોલીસ દ્વારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ખોખરા પોલીસ સ્ટેશન ના અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલ ત્રણ લોકો ક્રિકેટ સટ્ટાના બેટિંગમાં થતી કાળી કમાણીના રૂપિયાની હેરફેર માટે બેંક એકાઉન્ટ ભાડે લાવી આપનાર ટોળકીના સભ્યો છે.  ખોખરા પોલીસે બાતમીના આધારે ગુરુવારે સવારે અનુપમ સિનેમા ત્રણ રસ્તાઓ નજીકથી સાહિલ મન્સૂરી, મસ્તાન ઉર્ફે જાવેદ શેખ અને અશરફ પઠાણ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. સટ્ટા બેટિંગ સાથે સંકળાયેલા આ તમામ આરોપીઓ બેટિંગની કમાણીને લઈને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ ભાડે મેળવીને આપતા. જે એકાઉન્ટ્સ ભાડે આપતા હતા તેમાંથી જે રૂપિયા જમાં થતાં હતાં. તેના 1% કમિશન મળતું હતું. જે કમિશન મળતું તેમાંથી જે વ્યક્તિઓના એકાઉન્ટ ભાડે લીધા છે. તેમને રૂપિયા ચૂકવતા હતા.

પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી સાહિલ મન્સૂરીના મોબાઇલ ફોનના ડેટા એનાલિસિસ કરતા તેમાંથી 10 જેટલા જુદા જુદા બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાની માહિતી મળી અને તપાસ કરતા 1.79 કરોડ જેટલી હેરફેર અંગેની માહિતીઓ મળી હતી. ખોખરા પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જે એકાઉન્ટ્સ ભાડે લીધા હતા. તે એકાઉન્ટ્સમાં રાજ્યભરમાં સાયબર ક્રાઇમની 14 ફરિયાદ નોંધાઇ ચૂકી છે. બીજી તરફ આ ત્રણ આરોપીઓની રિમાન્ડ લઈને અમદાવાદના કાસિમ ખાન પઠાણ, રખિયાલના મોન્ટુ ઉર્ફે મિતેષ શ્રીમાળી સાથે રાજકોટની વાહિદા અને દિલ્હીની અનાયા નામની મહિલાની શોધખોળ હાથ ધરી છે. તેમજ હવે પોલીસ દ્વારા આ નેટવર્કમાં સામેલ અમદાવાદ અને રાજકોટના અન્ય 3 તથા દિલ્હીની એક મહિલા મળીને અન્ય 4 આરોપીઓની ધરપકડ અંગે ચક્રો ગતીમાન કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રધાનમંત્રીશ્રી મોદીએ લોકહીડ માર્ટિનની ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર વર્લ્ડ’ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી
Next articleકેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલેએ સામાજિક ન્યાયની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો