(જી.એન.એસ) તા. 15
વડોદરા,
ભારતીય ક્રિકેટ ટીમ ટી20 ફોરમેટમાં આઈસીસી વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવેલા ખિલાડી હાર્દિક પંડ્યા ને પોંખવા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શો સાંજે 6 – 05 કલાકે માંડવીથી શરૂ થયો હતો ત્યારે ક્રિકેટરના સ્વાગતમાં આખુ વડોદરા રસ્તા પર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે. બીજી તરફ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,માંડવી ગેટ થી લઇને લહેરીપુરી દરવાજા સુધી માનવમહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું હતું કે આખા રસ્તે ઈન્ડિયા ઈન્ડિયા અને હાર્દિક હાર્દિંક થી ગુંજી ઉઠ્યું હતું.
આ રોડ શો માંડવીથી શરૂ થઇને લહેરીપુરા દરવાજા, ન્યાય મંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા થઇ મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તાથી આવીને અકોટા-દાંડીયાબજાર બ્રિજ સોલાર પેનલ પાસે પૂર્ણ થશે. દરમિયાન રૂટમાં આવતા 20 રસ્તાને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ આવતા તમામનું ખુલ્લી બસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પરત આવ્યા છે. જેને લઇને તેઓનું ખુલ્લી બસમાં અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે માંડવીથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર જોવા મળી રહ્યા છે. ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ખુલ્લી બસમાંથી હાર્દિક પંડ્યાં પોતાના ચાહકોનું અભિવાદન ઝીલી રહ્યો છે. આ કાર્યક્રમમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવતા 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના બેનર્સ ક્રિકેટ ફેન્સના હાથમાં જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ હાર્દિક પંડ્યાના વખાણ કરી રહ્યા હોય તેવું લખાણ જોવા મળી રહ્યું છે. સાંજે 5 – 40 કલાકના આરસામાં હાર્દિક પંડ્યા તેઓના નિવાસ સ્થાનેથી જાતે જ કાર ચલાવીને સ્થળ પર પહોંચ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.