(જી.એન.એસ) તા. 20
દિનેશ કાર્તિકનું આઈપીએલ 2024 માં ફોર્મ શાનદાર રહ્યું છે. પરંતુ આ સીઝન તેની છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. કાર્તિકે પોતાના રિટારમેન્ટનો સંકેત આપી દિધો છે. 38 વર્ષનો દિનેશ કાર્તિક ધોની પહેલા ઇન્ડિયાની ટીમમાં આવી ગયો હતો. પરંતુ ફોર્મના કારણે તેને બહાર જવું પડ્યું હતું. અત્યારે આરસીબી ની ટીમ પ્લે ઓફમાં પોંહચી ગઈ છે તેવામાં દિનેશ કાર્તિકના રિટારમેન્ટના સ્ટેટમેન્ટથી ક્રિકેટ જગતમાં ખલબલી મચી ગઈ છે.
દિનેશ કાર્તિક ના કહેવા પ્રમાણે ભવિષ્યમાં આરસીબીમાંથી બીજી ટીમો પણ શીખશે. આરસીબી આગળની 8માંથી 7 મેચ હર્યું છતાં તેને કમબેક કર્યું. કાર્તિકે કહ્યું કે, “લોકો આ સફરને યાદ રાખશે. જેવી રીતે અમે 8 મેચ પછી કમબેક કર્યું છે. અમારે 6 મેચ જીતવાની હતી. લોકો આ ટીમને યાદ રાખશે. આઈપીએલમાં દરેક સીઝનમાં એવી 1-2 ટીમો હશે જે 7 મેચમાં 1-2 મેચ જ જીતી હશે. તે અમને યાદ કરીને કહેશે કે આરસીબી એ આ કરીને બતાવ્યું હતું અમે પણ કરીને બતવશું. આપણે એટલા માટે જ રમીએ છીએ કે લોકો તમારું અનુકરણ કરે, અમે જે હાંસિલ કર્યું છે તે એકદમ ખાસ છે.”
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.