(GNS),05
ભારતીય સિને જગતનાં સદાબહાર એક્ટ્રેસ રેખાના પ્રશંસકો દેશ-વિદેશમાં પથરાયેલા છે. રેખા ઘણાં વર્ષોથી ફિલ્મો અને ફોટોશૂટથી દૂર રહ્યાં છે. તાજેતરમાં તેમણે વોર અરેબિયા મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. રેખાએ મુગલ અને મહારાજા શૈલીના ડ્રેસ-જ્વેલરી સાથે કરાવેલું ફોટોશૂટ ‘ઉમરાવ જાન’ ફિલ્મના તેમના આઈકોનિક લૂકની યાદ અપાવે છે. ૬૯ વર્ષનાં રેખાના રીસેન્ટ ફોટોગ્રાફ્સ જોઈને અનેક લોકોએ ઉમરાવ જાનના યાદગાર ગીત ‘ઈન આંખો કી મસ્તી કે દિવાને હજારો હૈં…’ની પંક્તિ યાદ કરી હતી. રેખાએ ગોલ્ડન એમ્બ્રોઈડરી અને ગોલ્ડન જરી સાથે મુગલ શૈલીના ડ્રેસ અને રજવાડી શૈલીના ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યુ હતું. રેખાએ પહેરેલાં બંગડી, બુટ્ટી અને હીરાની વીંટીઓ તેમના રોયલ લૂકને નિખારતા હતા. તેમણે મહારાજા શૈલીના નેકલેસ પહેર્યા હતા, જે ૧૬૧.૬૨ કેરેટા હતા અને તેને બનાવવામાં ૫૦૦૦ માનવ કલાક લાગ્યા હતા. ત્રીજા ફોટોગ્રાફમાં તેમણે મુસ્લિમ અંગરખા અનારકલી ડ્રેસ પસંદ કર્યો હતો. તેની સાથે માથા પટ્ટી, ફૂલ જેવી બુટ્ટી અને હેવી ગોલ્ડ નેકલેસ પહેર્યા હતા. બોલિવૂડના જાણીતા ડીઝાઈનર મનીષ મલહોત્રાએ તેને ડિઝાઈન કર્યા હતા.
રેખાએ ૨૦૧૪ના વર્ષમાં આવેલી ફિલ્મ સુપરનાનીમાં લીડ રોલ કર્યો હતો. પાછલા ૧૯ વર્ષથી રેખાએ કોઈ ફિલ્મમાં લીડ રોલ કર્યો નથી. ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દિવાના 2માં કેમિયો અને ટીવી શોમાં તેઓ ક્યારેક દેખાય છે. ફિલ્મોથી અંતર રાખવાનું કારણ પૂછતાં રેખાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, હું ફિલ્મો કરું કે ના કરું, તે ક્યારેય મને છોડતી નથી. મારી ગમતી વસ્તુઓના સ્મરણ મારી પાસે છે અને તે મને ખુશ રાખે છે. યોગ્ય સમય આવશે ત્યારે યોગ્ય પ્રોજેક્ટ મને શોધી લેશે. ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધી હોવાની અટકળોને સ્પષ્ટ રદિયો આપતાં રેખાએ કહ્યું હતું કે, દરરોજ મને ન્યૂકમર જેવું જ લાગે છે અને મારી જેમ જ કમિટમેન્ટથી કામ કરનારા લોકો પર મને વિશ્વાસ છે. વોગ અરેબિયાની ઓગસ્ટ મહિનાની એડિશન માટે ત્રણ કવર ફોટોશૂટ કરાયા છે. રેખાએ એવા સમયે ધમાકેદાર કમબેકના સંકેત આપ્યા છે, જ્યારે તેમનાં સમકાલીન ૭૧ વર્ષના ઝીનત અમાન નવી ઈનિંગ શરૂ કરી રહ્યા છે. ઝીનત અમાન સાથે ગૂગલ જેવી કંપનીઓ કરાર કરી રહી છે. કપિલ શર્મા શોમાં તેમનો સ્લોટ રખાયો હતો અને વોગ ઈન્ડિયાના કવરપેજ પર પણ તેઓ ચમક્યાં હતા. ઝીનત અમાને ઈન્સ્ટાગ્રામથી કરેલી શરૂઆતને ઝડપથી લોકપ્રિયતા મળતાં તેમની બીજી ઈનિંગ સડસડાટ આગળ વધી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.