Home ગુજરાત કૌભાંડી ત્રિપુટીએ જમીન-પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું, 560 કરોડના 17 બોગસ...

કૌભાંડી ત્રિપુટીએ જમીન-પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું, 560 કરોડના 17 બોગસ દસ્તાવેજો બન્યા

10
0

(જી.એન.એસ) તા૧૬

રાજકોટ,

રાજ્યમાં જાણે બોગસ બાબતોનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાજકોટના કૌભાંડી ત્રિપુટીએ કરોડોના જમીનપ્લોટના બોગસ દસ્તાવેજો બનાવીને કૌભાંડ આચર્યું છે. રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટર તરીકેની નોકરી દરમિયાન 17 જેટલા બોગસ દસ્તાવેજો બનાવનાર કૌભાંડી ત્રિપુટીએ રૂ. 560 કરોડથી વધુ મિલકતના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. રાજકોટ શહેરમાં 17 બોગસ દસ્તાવેજો બનાવવાનું કારસ્તાન બુધવારે પ્રકાશમાં આવ્યા બાદ તેમાં કૌભાંડી ત્રિપુટીનું નામ ખુલ્યું હતું. આ કૌભાંડી ત્રિપુટીઓએ પોતાનું કારસ્તાન છતું ન થાય તે માટે રાજકોટ શહેર આસપાસની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજો બનાવવા 52 વર્ષ જૂની મિલકતોના માલિકોને શિકાર બનાવ્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ તમામ વિગતો ખુલ્લા પ્લોટ અથવા ખેતીની જમીન હોવાનું જણાય છે. કૌભાંડી ત્રિપુટીએ રૈયા સર્વે નંબરમાં આવેલી 3663.70 ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.15 કરોડ થાય છે તેના 9 જેટલા દસ્તાવેજો બનાવી લીધા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.66ની રૂ.335 કરોડની કિંમતની 22 એકર 17 ગુંઠા ખેતીની જમીન, મવડીની રૂ.120 કરોડની અંદાજિત કિંમતની 8 એકર 10 ગુંઠા ખેતીની જમીન, માંડા ડુંગરની રૂ.21 કરોડની 3 એકર 15 ગુંઠા ખેતીની જમીન, રૈયાની રૂ.65 કરોડની 4 એકર 15 ગુંઠા ખેતીની જમીનના પણ આરોપીઓએ બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. આ કૌભાંડમાં અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field