Home દેશ - NATIONAL કોવિડ-19 અંગે દિલ્હીમાં સમીક્ષા બેઠક મળી

કોવિડ-19 અંગે દિલ્હીમાં સમીક્ષા બેઠક મળી

32
0

આરોગ્ય એ રાજકારણનું ક્ષેત્ર નથી,‘હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું : મનસુખ માંડવીયા

(જીએનએસ),૨૦

ઈન્ફલ્યુએન્ઝા અને COVID−19 જેવા શ્વસન સંબંધી બીમારીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે આરોગ્ય સુવિધાઓ અને સેવાઓની તૈયારી અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આગામી દિવસોમાં લાંબી રજાઓ, નાતાલ અને નવા વર્ષની રજાઓ આવશે. આ સંદર્ભમાં કેટલાક પ્રોટોકોલ ધ્યાનમાં લેવાનું શક્ય છે. WHO એ નવા વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ ગણાવ્યો છે. જેનો અર્થ એ છે કે તે ગંભીર થવાની સંભાવના ઓછી છે પરંતુ ફેલાઈ શકે છે, તેથી વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ. કોવિડ-19 અંગેની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, ‘આ સમય એકબીજા સાથે મળીને કામ કરવાનો છે. સમગ્ર સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો પણ આ સમય છે. આપણે સતર્ક રહેવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચાર માટે મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું મહત્ત્વપૂર્ણ છે. દરેક હોસ્પિટલોમાં દર ત્રણ મહિનામાં એકવાર મોક ડ્રીલ હાથ ધરવી જોઈએ. તેમણે કહ્યું, ‘હું રાજ્યોને કેન્દ્ર તરફથી તમામ સમર્થનની ખાતરી આપું છું. આરોગ્ય એ રાજકારણનું ક્ષેત્ર નથી..

આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને અધિકારીઓ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, આરોગ્ય સુવિધાઓ અને સજ્જતા તેમજ સંક્રમણ અટકાવવાનાં પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ મીટિંગમાં ICMR ડાયરેક્ટર ડૉ. રાજીવ બહલ, નીતિ આયોગના સભ્ય ડૉ. VK પોલ અને ICMRના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ડૉ. સૌમ્યા સ્વામીનાથને પણ ભાગ લીધો હતો. મંગળવારે અપડેટ કરાયેલ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં સોમવારે 288 નવા કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે સક્રિય કેસ વધીને 1,970 થઈ ગયા હતા. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 5,33,318 નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,70,076 થઈ ગઈ છે અને રિકવરી દર 98.81 ટકા છે. કેસમાં મૃત્યુદર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના બે કેસ મળી આવ્યા છે. ગઇકાલે ગાંધીનગરમાં દક્ષિણ ભારતથી મુસાફરી કરીને આવેલા બે લોકોમાં કોરોનાનાં લક્ષણ મળી આવ્યાં છે. આ બંને લોકોને હાલ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જો કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત યોજાવા જઇ રહ્યો છે. 30થી વધુ પાર્ટનર કંટ્રીઝ તેમાં ભાગ લેવાના છે. ત્યારે હવે ભારતમાં કોરોનાના કેસ આવ્યા બાદ અને ઇનફ્લ્યુએન્જાના કેસ સહિતના કેસમાં તંત્રની કેવા પ્રકારની તૈયારી છે, તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે..

કોવિડના કેસમાં વધારો વચ્ચે, દિલ્હીમાં ડોક્ટરોએ લોકોને સાવચેતી રાખવા જણાવ્યું છે. તહેવારોની મોસમ પહેલાં દેશમાં કોવિડ-19ના કેસોમાં તાજેતરના ઉછાળા વચ્ચે, દિલ્હી, કેરળ અને તમિલનાડુના ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને હેલ્ધી ડાયટ ખાવાની સલાહ આપવામાં આવી છે. લોકોને ક્રિસમસ અને નવા વર્ષ પર ભીડને લઈને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ JN.1 કેસ 8 ડિસેમ્બરે કેરળમાં હળવાં લક્ષણો ધરાવતી 79 વર્ષીય મહિલા પાસેથી લેવામાં આવેલા નમૂનામાં મળી આવ્યો હતો. અગાઉ, તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો એક પ્રવાસી JN.1 વેરિયન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. સરકારે સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શ્વસન રોગના કેસોમાં વધારો અને દેશમાં કોરોના વાઇરસના JN.1 પ્રકારની શોધ વચ્ચે સતત દેખરેખ રાખવા જણાવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા તમામ રાજ્યો સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરશે. તેમાં તમામ રાજ્યના આરોગ્ય મંત્રી,સચિવ, મેડિકલ ઓફિસર હાજર રહેવાના છે. તેમાં મુખ્ય મુદ્દો વેન્ટિલેટર, દવાઓ, વેક્સિન, ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તૈયારીઓનો હશે. તો વિદેશથી આવતા લોકોની કોવિડ હીસ્ટ્રી કોરોના ટેસ્ટથી જ થઇ શકશે. આ તમામ બાબતની તૈયારીઓ પર બેઠકમાં ભાર મૂકવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field