Home મધ્ય ગુજરાત અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને નરોન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસના 3825 જવાનો-અધિકારીઓનો માથે સુરક્ષાની જવાબદારી

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને નરોન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસના 3825 જવાનો-અધિકારીઓનો માથે સુરક્ષાની જવાબદારી

5
0

(જી.એન.એસ) તા. 23

અમદાવાદ,

આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા એક મીટિંગ યોજવામાં આવી હતી જેમાં ફાયર વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચકલુ પણ ફરકે નહી તેવી ચુસ્ત તૈયારી કરી છે.

જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 3825 સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે સિવાય સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહી સઘન સુરક્ષા માટે કોન્સર્ટ દરમ્યાન એનએસજી ની 1 ટીમ પણ બંદોબસ્તમા જોડાશે. સાથે સાથે ક્યુઆરટીની 3 ટીમ, એસડીઆરએફ ની ૧ ટીમ, બીડીડીએસની 10 ટીમ, ફાયરની ટીમ રાખવામાં આવી છે.

ઉપરાંત 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ રહેશે. 3 બેડની 7 મિનિ હોસ્પિટલ બનાવવામાં આવશે. આમ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષા માટે પુરતી તમામ તૈયારી કરી લીધી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field