મુખ્ય આરોપી સંજય રોયે કહ્યું, “પોલીગ્રાફી ટેસ્ટ સાબિત કરશે કે હું નિર્દોષ છું”
(જી.એન.એસ)કોલકાતા,તા.૨૪
શનિવારે (24 ઓગસ્ટ) કોલકાતા રેપ-મર્ડર કેસમાં 7 આરોપીઓનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી સંજય રોયની જેલમાં પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, 4 સાથી ડૉક્ટરો, 1 વોલેન્ટિયરની સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. દિલ્હીની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ટીમ દ્વારા પોલિગ્રાફી ટેસ્ટ લેવામાં આવ્યો હતો. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ, CBIએ RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ FIR નોંધી છે. ઘોષ સામે ભ્રષ્ટાચારની તપાસ ચાલુ છે. સીબીઆઈએ એફઆઈઆરની કોપી અલીપોર સીજેએમ કોર્ટને સોંપી છે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. સવારે તેની અર્ધ નગ્ન લાશ મળી આવી હતી. આ પછી દેશભરમાં ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોલકાતાના ડોક્ટરો આજે સતત 16મા દિવસે હડતાળ પર છે. બાકીના સંગઠનોએ હડતાળ સમાપ્ત કરી દીધી છે. કોલકાતા રેપ-મર્ડર કેસની પીડિતાના પરિવારે કહ્યું- અમને CBI તપાસમાં વિશ્વાસ છે. પોલીસે અમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય વહીવટી તંત્ર કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક વ્યક્તિ આટલો ગંભીર ગુનો ન કરી શકે. એક ઈન્ટરવ્યુમાં પિતાએ કહ્યું- ઘટનાને 14 દિવસ વીતી ગયા છે. લોકોને CBIમાં વિશ્વાસ છે. અમે પણ કરીએ છીએ, પરંતુ CBIએ હજુ સુધી કેસ ઉકેલ્યો નથી. ટીમે ઝડપથી કામ કરવાની જરૂર છે. એક-એક દિવસ એક વર્ષ જેવો લાગે છે. પીડિતાની માતાએ કહ્યું, કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલે તપાસ યોગ્ય રીતે કરી ન હતી. તેઓ ખૂબ જ ઉતાવળમાં હતા. અમે આશા રાખીએ છીએ કે મેડિકલ કોલેજમાં ચાલી રહેલા રેકેટનો પર્દાફાશ કરીને કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાના પિતાએ પણ ડોકટરો પ્રદર્શનમાં જોડાવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે આરજી કર હોસ્પિટલમાં ચાલી રહેલી ગેરરીતિઓને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવતા પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કેસના મુખ્ય આરોપી સંજય રોય સહિત 6 લોકોનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ ઉપરાંત આમાં ચાર ડૉક્ટરોનો પણ સમાવેશ થાય છે જેમણે 8 ઑગસ્ટની રાત્રે ટ્રેઈની ડૉક્ટર સાથે ડિનર કર્યું હતું. 23 ઓગસ્ટે સિયાલદહ કોર્ટે સંજયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યો હતો. આ સુનાવણી દરમિયાન સંજય પણ પોલીગ્રાફી ટેસ્ટ માટે સંમત થયો હતો. મેજિસ્ટ્રેટે તેને પૂછ્યું કે શા માટે તે પોલીગ્રાફી ટેસ્ટ માટે સંમત થયો. સંજય રડ્યો અને કહ્યું, હું નિર્દોષ છું. મને ફસાવવામાં આવી રહ્યો છે. આ પોલીગ્રાફી ટેસ્ટ દ્વારા સાબિત થશે. CBIએ કહ્યું, સેમિનાર હોલના દરવાજાની સ્ટોપર તૂટી ગઈ હતી CBIએ જણાવ્યું હતું હોસ્પિટલના સેમિનાર હોલના દરવાજાની સ્ટોપર થોડા દિવસોથી તૂટેલી હતી. દરેકને આ ખબર હતી. એટલા માટે જ્યારે ડૉક્ટર રાત્રે 2 થી 3ની વચ્ચે ગઈ ત્યારે તે બંધ કરી શકી નહોતી. ફરજ પરના તબીબે તેને સૂતા પણ જોઈ હતી. CBI હવે તપાસ કરી રહી છે કે આ ગુનાને કોઈ અડચણ વગર કેવી રીતે અંજામ આપવામાં આવ્યો? શું કોઈ બહારથી હોલ પર નજર રાખી રહ્યું હતું? સીબીઆઈ એ પણ તપાસ કરી રહી છે કે સેમિનાર હોલમાંથી કોઈ ચીસો કે અવાજ કેમ સંભળાઈ નહીં. ભાજપના કાર્યકરોએ 23 ઓગસ્ટે પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. બીજેપી સમર્થકોએ ચિનસુરા, સિઉરી, મિદનાપુર અને બાંકુરા પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધા હતા. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કપિલ સિબ્બલને ટ્રેઇની ડૉક્ટર રેપ મર્ડર કેસમાંથી ખસી જવાની સલાહ આપી છે. અધિરે કહ્યું કે હું વિનંતી કરીશ કે તે આ કેસમાંથી સાઈડમાં થઈ જાય. ગુનેગારોનો સાથ ન લેવો તે વધુ સારું છે. કારણ કે તેઓ એક સમયે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હતા. હજુ પણ રાજ્યસભાના સાંસદ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે કેસમાંથી ખસી જવું જોઈએ, આ મારી તમને વિનંતી છે. ટ્રેઈની ડૉક્ટર પર રેપ અને હત્યાની અંદરની કહાની જાણવા અમે RG કર હોસ્પિટલ પહોંચ્યા. સૂત્રનું કહેવું છે કે, ‘ટ્રેઈની ડૉક્ટર સાથે શું થયું તે સ્પષ્ટ નથી થયું, પરંતુ મૃતદેહ જોયા પછી ચોક્કસ થયું કે તે હત્યા છે. સુમિત અને દ્વિપાયનને ખાસ જવાબદારી સાથે મોકલવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. મમતાએ પીએમને લખ્યું કે દેશમાં દરરોજ બળાત્કારના 90 કેસ નોંધાય છે. આને રોકવા માટે કડક કાયદો બનાવવો જોઈએ. જરૂરી છે કે કેન્દ્ર સરકાર એક કડક કાયદો બનાવે, જેમાં આવા જઘન્ય ગુના કરનારાઓને કડક સજાની જોગવાઈ હોય.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.