Home રમત-ગમત Sports કોલકતાની બેટિંગમાં 10 મી ઓવરના બીજા બોલે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

કોલકતાની બેટિંગમાં 10 મી ઓવરના બીજા બોલે લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા

130
0

(જી.એન.એસ),તા.૩૦

બેંગલોર,

KKR ની ઇનિંગમાં ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. અને ફિલિપ સોલ્ટ 20 બોલમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. જોકે આ બાદ ક્રિઝ પર કોલકતાનો કેપ્ટન શ્રેયસ અય્યર પહોંચ્યા હતા. મેચ ચાલી રહી હતી અને 10 મી ઓવર ફેંકવા માટે RCB માંથી વિજય કુમાર વૈશક બોલિંગ કરી રહ્યો હતો. KKRનો સ્કોર આ ઓવરમાં 104 રન પર પહોંચ્યો હતો. 10 મી ઓવરના બીજા બોલે શ્રેયસ અય્યર સ્ટ્રાઈક પર હતો. બોલરે એવો બોલ ફેક્યો કે આ બોલ સીધો શ્રેયસ અય્યરના હાથ પર લાગ્યો હતો. જોકે તાત્કાલિક KKR ના ફિઝિયો એક્સપર્ટ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા. જોકે આ બોલને કારણે કેપ્ટનને વધારે ઇજા થઈ ન હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે આ બોલથી પોતાનો બચાવ કાર્યો હતો.

મહત્વનું છે કે આ બોલ તેના હાથમાં લાગ્યો હતો. અય્યરની નાની ચૂક થાત તો આ બોલ સીધો શ્રેયસ અય્યરને અન્ય જગ્યાએ પણ વાગી શકે તેમ હતો અને ઇજા પણ થઈ શકે તેમ હતી. આજની આ મેચમાં વેંકટેશ 16મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ પછી ટીમને જીતવા માટે માત્ર 16 રનની જરૂર હતી. બાદમાં અંતે કેપ્ટન અય્યરે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તે 39 રન બનાવીને અણનમ રહ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવ્યું
Next articleશ્રેયસ અય્યરે ટોસ સમયે કરેલી ભૂલ કેમેરામાં કેદ થઈ