Home દુનિયા - WORLD કોલંબોમાં પાકિસ્તાન ટીમના 2 સભ્યોના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ હોબાળો

કોલંબોમાં પાકિસ્તાન ટીમના 2 સભ્યોના ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ હોબાળો

23
0

(GNS),11

પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન મીડિયા મેનેજર ઉમર ફારુક કલસન અને પીસીબીના જનરલ મેનેજર અદનાન અલી કોલંબોમાં કસિનોની મુલાકાત લેવા માટે ICCના રડારમાં આવ્યા છે. આ બંને એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ સાથે આવ્યા છે અને કોલંબોના એક કેસિનોમાં તેમના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાની મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાની મીડિયામાં હંગામો થયા બાદ પીસીબીના બંને અધિકારીઓએ કહ્યું કે તેઓ માત્ર જમવા માટે જ કેસિનો ગયા હતા. પીસીબી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું છે કે પાકિસ્તાન પરત ફર્યા બાદ બંને વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. પાકિસ્તાન ટીમના આ બે સભ્યો કસિનોમાં ગયા બાદથી જ આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટની પણ તેમની પર નજર હશે. કેમ કે, આઇસીસીના એન્ટી કરપ્શનના કોડ ઓફ કન્ડક્ટ હેઠળ આવી જગ્યાઓ પર જવું ટીમના કોઇપણ ખેલાડી, સપોર્ટ સ્ટાફના સભ્યો માટે પ્રતિબંધિત છે.

પાકિસ્તાની મીડિયામાં તેમના કેસિનોના ફોટા અને વીડિયો બતાવવામાં આવ્યા બાદ પીસીબીના બંને અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ ડિનર માટે જ કેસિનોમાં ગયા હતા. જોકે, ભૂતપૂર્વ ક્રિકેટરો અને ટીમના ચાહકોએ સોશિયલ મીડિયા પર આ દાવાની મજાક ઉડાવી હતી. બધાએ કહ્યું કે કેસિનોમાં કોણ જમવા જાય છે? આ બે અધિકારીઓ કોને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?…આ પહેલીવાર નથી કે આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હોય. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આયોજિત 2015 ODI વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ સુકાની અને ટૂર્નામેન્ટના મેનેજર મોઈન ખાનને ટૂર્નામેન્ટની વચ્ચે જ પાકિસ્તાન બોલાવવામાં આવ્યો હતો. કારણ કે તે અને તેની પત્ની વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ક્રાઈસ્ટચર્ચના એક કેસિનોમાં જોવા મળ્યા હતા. તે સમયે પણ મોઈન ખાને દાવો કર્યો હતો કે તે ડિનર પર ગયો હતો પરંતુ પીસીબીના તત્કાલીન અધ્યક્ષ શહરયાર ખાને સ્પષ્ટ કર્યું હતું કે મોઈનએ ટીમ અને તેના કરાર સાથે સંબંધિત આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓસ્ટ્રેલિયાનો બીજી વન-ડેમાં આફ્રિકા સામે 123 રને વિજય
Next articleએશિયા કપ માટેના નવા નિયમથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી