કોરોના વાયરસની મારથી હજૂ દુનિયા બહાર નથી આવી. કોવિડ-19ના મારથી અસ્ત વ્યસ્ત થયેલી અર્થવ્યવસ્થા જેમ તેમ કરીને પાટા પર આવી રહી છે. પણ હવે જાપાનમાં બીજી એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જાપાનમાં હવે ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં ફ્લૂના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે, મહામારીની ચેતવણી આપવી પડે તેવા સ્તરે પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય શનિવારે કહ્યું કે, 29 જાન્યુઆરીએ ખતમ થયેલ અઠવાડીયામં આખા જાપાનમાં ફ્લુના દર્દીઓની સંખ્યા દેશમાં મહામારીની ચેતવણી સ્તર પર પહોંચી ગઈ છે. સમાચાર એજન્સી સિન્હુઆએ નેશનલ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંફેક્શિયસ ડિઝિઝ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાના હવાલેથી કહ્યું કે, દેશભરમાં ચિકિત્સા સંસ્થામાં દર્દીઓની સંખ્યા સરેરાશ 10.36 છે. જે ચેતવણી સ્તરના 10 બેન્ચમાર્કને પાર કરી ગઈ છે. ચેતવણીના સ્તર આવનારા ચાર અઠવાડીયામાં મહામારી આવવાની આશંકાના સંકેત આપે છે. આંકડાથી જાણવા મળે છે કે, જાપાનમાં તમામ 47 પ્રાંતોમાં લગભગ 5000 દેખરેખવાળી હોસ્પિટલો નિયમિત રીતે સાત દિવસના ગાળા દરમિયાન કુલ 51,000થી વારે કેસ હોવાની જાણકારી સામે આવી છે. પ્રાન્તમાં પ્રતિ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ઓકિનાવામાં 41.23 પર સૌથી વધારે બાદ ફુકુઈમાં 25.38, ઓસાકામાં 24.34 અને ફુકુઓકામાં 21.70 દર્દીઓની સંખ્યાની જાણકારી આપી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.