Home ગુજરાત કોરોના ઇફેક્ટ-ગુજરાતના 4 મોટા શહેરોમાં 25મી સુધી ઐતિહાસિક લોકડાઉન….

કોરોના ઇફેક્ટ-ગુજરાતના 4 મોટા શહેરોમાં 25મી સુધી ઐતિહાસિક લોકડાઉન….

595
0

ચાર-ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટને લોકડાઉનને કારણે 4 દિવસ સુધી  બંધ કરવા પડે તેવું પહેલીવાર o…

જીએનએસ. ગાંધીનગર,તા.21 માર્ચ

ગુજરાત સરકારે કોરોના વાઇરસી ભયાનક્તે ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર સહિત 4 રાજ્યોમાં 25 માર્ચ સુધી લોકડાઉન ચલે કે તાળાબંધી જાહેર કરતાં ગુજરાતમાં આ રોગ વકર્યો હોવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઇ રોગચાળાને કારણે  ગુજરાતમાં એક નહીં પણ ચાર-ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટને લોકડાઉનને કારણે 4 દિવસ સુધી  બંધ કરવા પડે તેવું પહેલીવાર બન્યું છે.

બીજી તરફ 22 માર્ચના રોજ એક દિવસ લોકડાઉનને બદલે હવે સતત 4 દિવસ લોકડાઉનથી આ શહેરોમાં રહેતાં લોકોના સામાન્ય જનજીવન પર અસર થઇ શકે તેમ છે. પરંતુ જે દેશે આ રોગચાળાથી બચવા કાળજી લીધી નથી તેમા કેવા બેહાલ થયા છે તે જોઇને રાજ્યની પ્રજાએ પણ સરકારને સંપૂર્ણ સહયોગ આપવો પડે તેમ છે.

સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત સરકારની તાકીદની બેઠકમાં જે નિર્ણયો લેવાયા તેમાં વાઇરસ કોવિડ-19ને પગલે રાજ્યમાં એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ કરી દેવામાં આવ્યો છે. જે 4 મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ લાગૂ કરી દેવાયો છે. તેના જાહેરનામાના  ભંગ બદલ કાનૂની કાર્યવાહી કરવી સત્તા સરકારને મળી છે. જો કે જીવન જરૂરિયાત વસ્તુઓ  ઉપલબ્ધ રહેશે. આ લોકડાઉન વખતે   મેડિકલ સ્ટોર, દવાખાના ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવે છે.  આમ  આરોગ્યલક્ષી સેવાઓ જ ઉપલબ્ધ બનશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગોગોઈની નિમણૂક: ગૌરવનો ભંગ
Next articleસૌ કોઇ કોરોનામાંથી ગુજરાત-દેશને બચાવવા સહયોગ આપે, સ્માર્ટ બને…!