Home દેશ - NATIONAL કોરોનાનું સંક્રમણના નવા કેસમાં લગભગ 40 ટકા જેટલો થયો ઉછાળો

કોરોનાનું સંક્રમણના નવા કેસમાં લગભગ 40 ટકા જેટલો થયો ઉછાળો

51
0

(જી.એન.એસ),તા.૦૮
નવીદિલ્હી
દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં 40 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. એક દિવસમાં નવા 5233 કોવિડ કેસ નોંધાયા છે. દેશમાં રસીકરણ અભિયાન પણ પૂર જોશમાં ચાલુ છે. અત્યાર સુધીમાં કોરોના રસીના 1,94,43,26,416 ડોઝ અપાયા છે. જેમાં ગઈ કાલે અપાયેલા 14,94,086 ડોઝ પણ સામેલ છે. નવા કેસમાં લગભગ 40 ટકા જેટલો માતબાર ઉછાળો જોવા મળતા ચિંતા ઊભી થઈ છે. આ અગાઉ ગઈ કાલે કોરોના વાયરસના નવા 3714 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સોમવારે 6 જૂનના રોજ 4518 અને રવિવારે 5 જૂને 4270 કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5233 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. હાલ દેશમાં કોરોનાના 28,857 દર્દીઓ સારવાર હેઠળ છે. ભારત દેશના ગુજરાત રાજ્યમાં પણ ધીમી ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ નવા 72 કેસ નોંધાયા છે જેમાંથી 44 કેસ તો અમદાવાદમાં નોંધાયા છે. રાજ્યમાં કાલે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી. જો કે જે રીતે ધીમી ગતિથી કેસ વધે છે તે જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજથી રેલવે સ્ટેશન અને ગીતા મંદિર એસટી ડેપો ખાતે કોરોના ટેસ્ટિંગ ડોમ શરૂ કર્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field