Home ગુજરાત કોરોનાની મહામારીમાં નિષ્ઠાવાન તલાટીની પ્રશંસનનીય કામગીરીને તા. વિ.અધિકારીએ બિરદાવી

કોરોનાની મહામારીમાં નિષ્ઠાવાન તલાટીની પ્રશંસનનીય કામગીરીને તા. વિ.અધિકારીએ બિરદાવી

278
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૧૯
કોરોનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે પોલીસ, આરોગ્ય, સફાઈ કર્મચારીઓ તેમજ મીડિયા મિત્રો અને વહીવટી અધિકારીઓ આ કોરોના જેવી ભયંકર મહામારી સામે પોતની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ઉમદા કામગીરી કરી રહયા છે,રાત દિવસ આ કર્મચારીઓ સેવા કરી રહયા છે.ત્યારે ગુજરાત સરકારમાં રતનપુર ગામે તલાટી તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ આવી કોરોના જેવી મહામારીમાં પોતના પરિવારની ચિંતા કર્યા વિના રાત દિવસ સેવા કરી તેમજ જરૂરિયાત મંદ લોકોને ભોજનની પણ વ્યવસ્થા કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે આ કામગીરીની પ્રશંસા કરી તાલુકા વિકાસ અધિકારી જી.એ.ધાધંલીયા સાહેબ દ્વારા કોરોના ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન પત્ર થી શુભકામના પાઠવવામાં આવી હતી.
રાજ્યમાં આવા સેવા ભાવિ કર્મચારીઓ જ્યારથી ગુજરાતમાં કોરોના આવ્યો ત્યારથી પોતાની કે પોતાના પરિવાર ની ચિંતા કર્યા વિના સતત સેવાકીય કામગીરી કરતા રહયા છે.ત્યારે આવા વીર કર્મચારીઓના કારણે જ આજે ગુજરાતમાં ઘણા અંશે શાંતિ છે તેમજ જરૂરિયાત મંદ લોકોને તમામ જરૂરિયાત મળી રહી છે..આવા નિષ્ઠાવાન કર્મચારીઓને લાખ લાખ સલામ છે.જ્યારે તલાટી શ્રી પાસે ટેલિફોન વાત ચિત થઈ ત્યારે તેઓ શુ જણાવે છે શું તેમના વિચાર છે..તેઓ સ્પષ્ટ જણાવે છે કે જન સેવા એજ પ્રભુ સેવા છે ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ ના ઉચ્ચ વિચાર ખરેખર બિરદાવા લાયક છે અને એજ પ્રમાણે તેમને આ મહામારીમાં કામગીરી પણ કરી બતાવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં નિકળે….!?
Next articleપૂંધરા ગામે વીજળી પડવાથી બે ભરવાડ સમાજ ની દીકરીઓના મૃત્યુ