Home દેશ કોરોનાના નવા વેરિયન્ટ આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય-મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયો વિવાદ

કોરોનાના નવા વેરિયન્ટ આવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય-મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયો વિવાદ

58
0

(જી.એન.એસ),તા.૦૭
મુંબઈ
કોરોનાના નવા પ્રકારની સબ-વેરિયન્ટ XEની પુષ્ટિ કરવા માટે નમૂનાને વધુ વિશ્લેષણ માટે તો હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સામ સામે આવી ગયા હોય તેમ લાગે છે. મુંબઈમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ XEના કેસ મળી આવ્યા હોવાની વાત BMC એ કરી છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની નજીકના સૂત્રોએ બીએમસીના દાવાને નકારી કાઢતા કહ્યુ છે કે, દર્દીના નમૂનાના જીનોમ સિક્વન્સિંગ XE વેરિયન્ટની પુષ્ટિ કરતું નથી. આ પહેલા બુધવારે BMCએ દાવો કર્યો હતો કે 50 વર્ષની મહિલામાં કોરોનાના નવા સબ-વેરિયન્ટ XEની પુષ્ટિ થઈ છે. જેમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. કોરોના સંક્રમિત મહિલાએ રસીના બંને ડોઝ લીધા છે. BMC અનુસાર, નવા પ્રકારની પુષ્ટિ કરવા માટે નમૂનાને વધુ વિશ્લેષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બાયોમેડિકલ જીનોમિક્સ (NIBMG)ને મોકલવામાં આવશે. BMCના દાવા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ થઈ ગયું છે. જો કે, આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ દર્દીના નમૂનામાં XE વેરિયન્ટની હાજરીને નકારી કાઢી છે. આ અત્યાર સુધીનું સૌથી વધુ ચેપી કોવિડ વર્ઝન હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જણાવે છે કે XE સબ વેરિયન્ટ Omicron ના BA.2 કરતાં 10 ટકા વધુ ચેપી હોવાનું જણાય છે. WHO કહે છે કે XE મ્યુટેશન હાલમાં Omicron વેરિયન્ટના ભાગ રૂપે ટ્રેક કરવામાં આવી રહ્યું છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ, શરદી, ત્વચામાં બળતરા વગેરેનો સમાવેશ થાય છે. યુકેમાં 19 જાન્યુઆરીએ પ્રથમ વખત તેની શોધ થઈ ત્યારથી લગભગ 637 કેસ નોંધાયા છે. યુકે હેલ્થ બોડી XD, XE અને XF નો અભ્યાસ કરી રહી છે. XD એ Omicron ના BA.1 પરથી ઉતરી આવ્યું છે. તો બીજીબાજુ, XF એ ડેલ્ટા અને BA.1 નું રિકોમ્બિનન્ટ વર્ઝન છે. અહેવાલમાં યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA)ના ચીફ મેડિકલ ઓફિસર સુસાન હોપકિન્સને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આવા પ્રકારને “રિકોમ્બિનન્ટ” તરીકે ઓળખવામાં આવે છે. XE વેરિયન્ટ થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ મળી આવ્યું છે. WHOએ કહ્યું છે કે મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે. એવા કોઈ પુરાવા નથી કે XE રોગની તીવ્રતામાં વધુ ગંભીર છે. અત્યાર સુધી ઓમિક્રોનના તમામ પ્રકારો ઓછા ગંભીર હોવાનું જોવામાં આવ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજો ભારત રશિયા સાથે ‘ગઠબંધન’ કરશે તો ચૂકવવી પડશે મોટી કિંમત : અમેરિકા
Next articleએક ટ્વિટથી રશ્મિ દેસાઈની મુશ્કિલો વધી, બચાવમાં ઉતર્યો બોયફ્રેન્ડ