જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝીટીવ આવ્યો
બેઠકમાં રૂપાણી-નીતિન પટેલ અને પ્રદિપસિંહ જાડેજા માસ્ક વગર બેઠા
કોરોના પ્રોટોકોલ પ્રમાણે જનહિતમાં રૂપાણી-પટેલ અને જાડેજાએ સેલ્ફ ઇસોલેશનમાં જવુ પડે, શું એવુ થશે…?
ખેડાવાલાએ મિડિયા સાથે પણ વાત કરી, પત્રકારોના માથે પણ જોખમ આવ્યું…
(જીએનએસ. વિશેષ અહેવાલ) ગાંધીનગર,
કોરોના મહામારીની વચ્ચે ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી જાય એવી એક ઘટનામાં કોંગ્રેસના અમદાવાદ-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝીટીવ જાહેર થયું છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે આજે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની સાથે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો સાથે મળીને બેઠક યોજી હતી અને ત્યારબાદ ગાંધીનગર સ્વર્ણિમ સંકૂલ-1માં પત્રકારો સાથે પણ વાત કરી હતી. નવાઇની વાત તો એ છે કે ખેડાવાલા વગેરે. સાથેની વાતચીતમાં રૂપાણી-પટેલ અને જાડેજાએ માસ્ક પહેર્યું ન હોવાનું ચર્ચાઇ રહ્યું છે.. પરિણામે કોરોના પોઝીટીવ પ્રોટોકોલ પ્રમાણે સીએમ સહિત અન્ય બે મંત્રીઓને સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં રહેવુ પડે. ખેડાવાલા અમદાવાદના મ્યુનિ. કમિશ્નર વિજય નેહરા અને પોલીસ કમિશ્નરને પણ મળ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે ત્યારે વર્તમાન સ્થિતિમાં ખૂબ અગત્યના મહાનુભાવોને પોતાના આરોગ્ય અને જાન હૈ તો જહાન હૈ..મુજબ ટેસ્ટીંગ કરાવીને પોતાની જાતેને આઇસોલેશનમાં મૂકવુ પડે તેવી વિકટ રાજકિય સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.
સૂત્રોએ કહ્યું કે અમદાવાદના સમગ્ર કોટ વિસ્તારને કર્ફયુગ્રસ્ત જાહેર કરાયો છે. જેમાં જમાલપુરનો પણ સમાવેશ થાય છે. જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના થયું હોવાનું બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો. કેમ કે તેમણે કોંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ સાતે મળીને સીએમ-ડે.સીએમ અને એચએમ સાથે બેઠક યોજી હોવાનું બહાર આવ્યું હતું. અને અહેવાલ તો એવા પણ છે કે આ બેઠકમાં સીએમ-ડે.સીએમ અને જાડેજા માસ્ક પહેર્યા વગર જ હાજર હતા. જ્યારે પરમાર અને શેખના મોઢા પર માસ્ક જોવા મળ્યા હતા. જો કે બેઠકમાં અને ત્યારબાદ મિડિયા સાથેની વાતચીતમાં ખેડાવાલાએ માસ્ક ઉતારીને સંબોધન કર્યું હતું.
સૂત્રોએ અહેવાલને ટાંકીને કહ્યું કે ખેડાવાલા ત્યારબાદ નેહરા અને પોલીસ કમિશ્નરને પણ મળ્યા હતા. તેઓ અને પરમાર એક જ કારમાં આવ્યાં હતા. આમ ખેડાવાલાને કોરોના પોઝીટીવ જાહેર થતાં જ સીએમઓ-સીએમહાઉસમાં સનસનાટી મચી ગઇ હતી. સીએમને ખેડાવાલા પોઝીટીવ જાહેર થયાંની જાણ કરાતા તેઓ અને અન્ય મંત્રીઓ પણ ચિંતામાં મૂકાયા હતા. અને કહેવાય છે કે સીએમ,ડે.સીએમ અને જાડેજાનું તાકીદે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. જો કે જે મહાનુભાવો ખેડાવાલાની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવ્યાં હોય તે તમામે પોતાની જાન માટે અને બીજાના હિતમાં કોરોનાનું ટેસ્ટીંગ કરાવીને પોતાની જાતને આઇસોલેશનમાં રાખવી હિતાવહ છે. આ ઉપરાંત એક ધારાસભ્ય તરીકે ખેડાવાલા પોતાના મતવિસ્તારમાં આજે કે ગઇકાલે કેટલાયને મળ્યા હશે તે તમામને પણ ઓળખીને તેમને પણ ટેસ્ટીંગની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે તો જ કોરોનાની ચેઇન તૂટી શકે.
સૂત્રોએ કહ્યું કે ગૃહમંત્રી જાડેજાએ મોઢાના કેન્સરનું પરેશન કરાવ્યું છે. તેથી તેમને ચેપ લાગવાની શક્યતા વધી જાય. તેથી તેમણે પણ કોરોનાનું ટેસ્ટીંગ વેળાસર કરાવવુ પડે. સચિવાલયમાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો બેઠકમાં માસ્ક પહેર્યા વગર બેઠા હોય તે પણ ગંભીર બાબત તો કહી જ શકાય. એક તરફ વડાપ્રધાન મોદી માસ્ક પહેરવા અપીલ કરે છે ત્યારે સીએમ પોતે જ માસ્ક પહેર્યા વગર બેઠક યોજે તે તેમના અંગત સ્વાસ્થ્ય માટે પણ હિતાવહ નથી.
સૂત્રોએ કહ્યું કે હવે એ છુપુ રહ્યું નથી કે કોંગ્રેસના કોરોનાગ્રસ્ત ધારાસભ્યને કારણે ભાજપની આખી સરકાર મુશ્કેલીમાં મૂકાઇ શકે તેમ છે. સમગ્ર સંકૂલ અને ખેડાવાલા ગાંધીનગર અને અમદાવાદમાં જ્યાં જ્યાં ગયા હોય તે તમામનું સેનીટાઇઝેશન પણ જરૂરી છે. કોરોના સંક્ટમાં સરકાર પર કોંગ્રેસના એક ધારાસભ્યને કારણે વધુ સંક્ટ આવી પડ્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કોરોના પ્રોટોકોલનું પાલન થાય તો સીએમ,ડે.સીએમ. ગૃહમંત્રી, મ્યુનિ. કમિશ્નર અને પોલીસ કમિશ્નરની સાથે ખેડાવાલાની મિડિયા બ્રિફિંગમાં જે પત્રકારો મોજૂદ હતા તેમને પણ ટેસ્ટીંગ અને આઇસોલેશનમાંથી પસાર થવુ જ પડે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં કદાજ ગુજરાતમાં આવુ પ્રથમવાર થયું છે અને કોઇ ધારાસભ્ય પણ કોરોનાગ્રસ્ત થયાનું પહેલીવાર બન્યું છે. ખેડાવાલાએ અને તેમને મળનારાઓએ કેટલુ સામાજિક અંતર રાખ્યું એની તપાસ પણ જરૂરી છે. ગુજરાત સરકારના માથે જાણે અજાણે ખેડાવાલાને કારણે અણધારી આફત કોપોનાના રૂપમાં આવી પડી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.