Home મનોરંજન - Entertainment કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ, યુટ્યુબ પર બ્લોગ શેર કરતા હેલ્થ અપડેટ...

કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ, યુટ્યુબ પર બ્લોગ શેર કરતા હેલ્થ અપડેટ આપી

89
0

(જી.એન.એસ) તા. 3

મુંબઈ,

ભારતીય ટીવી ની પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહ આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. જો કે આ ખબરથી ફેન્સ હેરાન થઇ ગયા છે. આ વાતની જાણકારી ભારતી સિંહે એના યુટ્યુબ પર બ્લોગના માધ્યમથી આપી છે. યુટ્યુબ પર બ્લોગ શેર કરતા ભારતીએ હેલ્થ અપડેટ આપી છે અને જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસ બહુ બીમાર છે. આ સાથે ભારતીએ એ પણ જણાવ્યું કે ભારતીને શું થયુ છે. ભારતી એના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાં એક્ટ્રેસ એની લાઇફ સાથે જોડાયેલી નાની-મોટી અપડેટ ફેન્સને આપતી રહે છે. આ નવા વિડીયોમાં કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં નજરે પડી રહી છે જ્યાં એને આ બ્લોગ શૂટ કર્યો છે. આ વીડિયોમાં દિકરા ગોલાને યાદ કરીને રડવા લાગે છે. આ સાથે હોસ્પિટલમાં કેમ દાખલ થઇ એ પાછળનું કારણ પણ જણાવ્યું છે. ભારતી સિંહે બ્લોગમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી પેટમાં બહુ દુખાવો થતો હતો ત્યારબાદ એને ડોક્ટરે હોસ્પિટલમાં દાખલ કરી. ભારતી સિંહ જણાવ્યું છે કે ત્રણ દિવસમાં પેટમાં દુખાવો થઇ રહ્યો છે. પહેલાં એને લાગ્યું કે એસિડિટી છે, પરંતુ દુખાવાને કારણે ભારતી સિંહ અને પતિ હર્ષ લિમ્બાચિયા ઊંઘ લઇ શકતા ન હતા. જો કે દર્દ વધી ગયુ તો હોસ્પિટલમાં તપાસ કરાવ્યા ગયા ત્યારબાદ જાણ થઇ કે લાફ્ટર ક્વીનને ગોલ બ્લેડરમાં પથરી છે. ભારતી સિંહ આ માટે ઓપરેશન કરાવવાની છે. કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. આ સાથે ભારતીએ દરેકની વિનંતી કરી છે કે કોઇને અસહ્ય દુખાવો થાય છે તો તમે પણ તપાસ કરાવો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field