પાકિસ્તાનની સેનાના સર્વોચ્ચ પદ પર નિમણૂંકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સપ્તાહના અંત સુધી નવા આર્મી ચીફની જાહેરાત થઈ શકે છે. નોંધનીય છે કે વર્તમાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા નિવૃત્ત થવાના છે. તો સેના પ્રમુખની નિમણૂંકને લઈને સરકાર અને વિપક્ષમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે અત્યાર સુધી જેટલા આર્મી ચીફ બન્યા છે તેની નીતિઓ ભારત વિરોધી રહી છે. ભારતની સાથે યુદ્ધની ભૂમિકા તૈયાર કરવામાં પણ પાકિસ્તાની સૈન્ય અધિકારીઓની મોટી ભૂમિકા હતી. તેવામાં ભારત માટે પાકિસ્તાનના આર્મી ચીફ ખુબ મહત્વ રાખે છે.
પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પ કાશ્મીરમાં આતંક ફેલાવવાના પ્રયાસમાં રહે છે. પાકિસ્તાન તરફથી એલઓસી પાસે પણ આતંકવાદી કેમ્પ હોય છે. તેવામાં જો સેનાનું સમર્થન ન મળે તો તે ભારત વિરુદ્ધ આતંકવાદી ઘટનાઓને અંજામ આપી શકે નહીં. અત્યાર સુધી પાકિસ્તાની સેના આતંકીઓને આસરો આપતી રહી છે. હવે તે જોવાનું રહેશે કે નવા સેના પ્રમુખ આ મામલામાં શું ભૂમિકા નિભાવે છે. પાકિસ્તાની સેના પ્રમુખની રેસમાં જે નામોની ચર્ચા ચાલી રહી છે, તેમાંથી બે નામો પહેલા પણ ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને લઈને મોટી ભૂમિકા નિભાવી ચુક્યા છે.
પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે કહ્યુ કે આગામી આર્મી ચીફની નિમણૂંકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્રણ-ચાર દિવસમાં નવા સેના પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે. આ પોસ્ટ માટે સેનાના પાંચ વરિષ્ઠ અધિકારીઓના નામ આગળ કરવામાં આવી રહ્યાં છે. નોંધનીય છે કે વર્તમાન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની માંગ છે કે ચૂંટણી બાદ નવા સેના પ્રમુખની નિમણૂંક કરવામાં આવે. પરંતુ આ રેસમાં જે નામ આગળ છે તેમાં બે મુખ્ય છે લેફ્ટિનેન્ટ જનરલ સાહિર શમ્શદ મિર્ઝા અને લેફ્ટિનેન્ટ જનરલ અબ્બાસ. બંને ભારતની સાથે સંબંધોના મામલાથી જોડાયેલા રહ્યાં છે.
આ સિવાય લેફ્ટિનેન્ટ જનરલ આસિમ મુનીર તે સમયે આઈએસઆઈના ચીફ હતા જ્યારે પુલવામાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધની નજીક પહોંચી ગયા હતા. જાણકારોનું કહેવું છે કે પુલવામા બાદ મુનીરે પાકિસ્તાનની પ્રતિક્રિયાઓ અને સુરક્ષા નીતિઓ માટે ખુબ કામ કર્યું હતું. આ ત્રણેય જનરલમાં મુનીરને ડાર્ક હોર્સ, માનવામાં આવી રહ્યાં છે. એટલે કે તે એટલા જાણીતા નથી પરંતુ બાજી મારી જાય તો આશ્ચર્ય પણ નહીં થાય. તેમના કેટલાક કામ પૂર્વ પ્રધાનમંત્રી ખાનને પસંદ આવ્યા નહીં એટલે તેમને આઈએસઆઈ ચીફ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ આ પોઈન્ટ તેમના માટે પોઝિટિવ બની શકે છે કારણ કે વર્તમાનમાં શાહબાઝ શરીફની સરકાર છે.
સત્તાધારી પાર્ટી મુનીરનું સમર્થન કરી રહી છે. અબ્બાસને ભારતની સાથે સંબંધોના મામલામાં સૌથી અનુભવી માનવામાં આવે છે. તે 2019થી 21 સુધી રાવલપિંડીના એક્સ કોર્પ્સના કમાન્ડર રહી ચુક્યા છે. તે વિદેશી ઓપરેશન મામલામાં પણ જાણકાર છે. ફેબ્રુઆરી 2021ના એલઓસી પર સીઝફાયરને લાગૂ કરવામાં પાકિસ્તાન તરફથી અબ્બાસની મોટી ભૂમિકા હતી. તો મિર્ઝાની વાત કરવામાં આવે તો તે બે વર્ષ ચીફ ઓફ જનરલ સ્ટાફ રહી ચુક્યા છે. ભારતના મામલામાં તેને પણ અનુભવી માનવામાં આવે છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.