(જી.એન.એસ) તા.૨૩
કોડીનાર,
કોડીનારમાં લુખ્ખાતત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં અસામાજિક તત્વોને કાયદાનો ડર નથી રહ્યો તેમ લાગી રહ્યું છે. જેમાં જિલ્લાના કોડીનારમાં લુખ્ખાતત્વોએ વેપારી પર છરી અને તલવારથી હુમલો કર્યો હતો. જેમાં દુકાનમાં અને વેપારીના ઘરની બહાર જઇને હુમલો કરતી ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવતા આતંકની ઘટનાઓમાં વધારો થયો છે. જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત જેવી જગ્યાઓ પર અસામાજિક તત્વો દ્વારા મારામારી તોડફોડ અને હત્યા પણ કરવામાં આવી રહી છે. ત્યારે સમગ્ર ઘટનાને પોલીસ તંત્ર દ્વારા કોઇ કામીગીરી કરવામાં ન આવતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આ ઘટનામાં પણ અસામાજિક તત્વોએ વેપારી પર હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનામાં કોડીનાર પોલીસે પાંચ શખ્શોની ધરપકડ કરી છે.કોડીનારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળતી હોયે તેમ લાગી રહ્યું છે. ત્યારે આવારા તત્વોએ બજારમાં છરી અને તલવારો લઈ ફાસ્ટફૂડની દુકાન પર હુમલો કર્યો હતો. દુકાન પર હુમલો કર્યા બાદ આવારા તત્વોએ ફાસ્ટફૂડના ધંધાર્થીના ઘરે જઈ જીવલેણ હુમલો કર્યો હતો. સોશિયલ મિડિયા પર આવારા તત્વોની નફફટાઇના સીસીટીવી વાયરલ થયા હતા. ત્યારે આ ઘટનાથી શહેરભરના વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. જેને લઇ પોલીસ તાત્કાલિક આવા તત્વો ઉપર કડક કાર્યવાહી કરે તેવી વેપારીઓમાં માંગ ઉઠી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.