Home ગુજરાત કોડીનારમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર ડફેર શખ્સ ત્રણ બંદુક સાથે ઝડપાયો

કોડીનારમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર ડફેર શખ્સ ત્રણ બંદુક સાથે ઝડપાયો

20
0

થોડા દિવસો અગાઉ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાન બાતમીના આધારે હુમલો કરનાર એક આરોપી ડફેરને ત્રણ જામગરી બંદુક સાથે એસ.ઓ.જી.ની ટીમે જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જ્યારે હુમલામાં સામેલ વધુ એક ડફેર શખ્સ હોવાનું સામે આવતા તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ તા.11 ડિસેમ્બરના રોજ કોડીનાર પંથકના દેવળીના જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા ફોરેસ્ટ ગાર્ડ ઉપર અમુક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી.

જેના આરોપીઓને પકડવા પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર ડફેર શખ્સો પંથકના દેવળી ખારા જંગલ વિસ્તારમાં હોય અને તેઓ પાસે બંદુક પણ હોવાની બાતમી એસઓજીના લખમણ મેતા અને મેહુલસિંહને મળી હતી. જેના આધારે એસઓજી પીઆઈ એ.બી. જાડેજાએ સ્ટાફ સાથે કોડીનારના મજેવડી રોડ ઉપર આવેલા દેવળી ખારા જંગલ વિસ્તારમાં પહોંચી કાચા રસ્તા ઉપરથી ડફેર યુનુસ મહમદ કેવર રહે.

પાણીકોઠા-તાલાલા વાળાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ત્રણ જામગરી બંદુક મળી આવી હતી. બાદમાં તેની આગવી ઢબે પુછપરછ કરતા તેણે તથા તેના સાથી ડફેર સલીમ લતીફ લાડક રહે.સાવરકુંડલા વાળા સાથે થોડા દિવસો પૂર્વે આ જ વિસ્તારમાં ફરી રહેલા ફોરેસ્ટ ગાર્ડ ઉપર છરી વડે હુમલો કર્યાની કબુલાત આપી હતી.

જેના આધારે આ શખ્સને આગળની કાર્યવાહી અર્થે કોડીનાર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ હુમલામાં સામેલ સલીમ ડફેરને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરતમાં કોલેજના ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો
Next articleગીર નજીક ગામનાં બસસ્ટેન્ડ પાસે સિંહ દુકાન પર ચડ્યો; બે પશુના મારણ કર્યાં