Home ગુજરાત કોડીનારની ડોળાસા સીએચસીમાં એક્સપાયર દવાઓનો જથ્થો મળતા જિલ્લા આરોગ્ય અધિકારીએ આપ્યા તપાસના...

કોડીનારની ડોળાસા સીએચસીમાં એક્સપાયર દવાઓનો જથ્થો મળતા જિલ્લા આરોગ્ય અધિકારીએ આપ્યા તપાસના આદેશ

23
0

કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બે વર્ષ પૂર્વે સાડા ત્રણ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરી કાર્યરત કર્યું છે, પરંતુ આ સીએચસીમાં સુવિધાના નામે મીડું છે. જે અંગેની આજે રજૂઆત કરવા ગામના આગેવાનો ગયા હતા. તે સમયે કેન્દ્રના ઉપરના ભાગે તપાસ કરતા પાંચ રૂમમાં મુદત વિતી ગયેલી ( એક્સપાયરી ) થયેલી દવાઓનો બહુ મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવા આવતા દર્દીઓને નિઃશુલ્ક આપવાની થતી સરકારી દવાઓ આપવામાં આવી જ ન હોવાનો સવાલ આગેવાનોએ ઉઠાવ્યો હતો.

ડોળાસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કેટલીક જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી તેની જાણકારી મેળવવા અર્થે માજી સરપંચ જેઠા મોરી, પંચાયતના સદસ્ય કાદુ ડોડીયા, કિશન સંઘના અગ્રણી વિજય પરમાર સહિતના કેન્દ્રએ ગયા હતા. જ્યાં ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સાથે કેન્દ્રના ઉપરના ભાગે નિરીક્ષણ અર્થે ગયા હતા. જ્યાં બંધ રૂમોમાં તપાસ કરતા જે નજારો જોવા મળ્યો તે નિહાળીને સૌની આંખો પહોળી થઈ ગઈ હતી. કેન્દ્રના ઉપરના માળના પાંચ રૂમમાં દવાઓનો મોટો જથ્થો પડ્યો હતો.

જેની બારીકાઇથી તપાસ કરતા જોવા મળ્યું હતું કે, આ તમામ દવાઓની મુદત વિતી ગયેલી જોવા મળી હતી. એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો લાખોની કિંમતની હોવાનું આગેવાનોએ જણાવ્યું હતુ. તંત્રની બેદરકારીના કારણે ગરીબ અને મધ્યમ દર્દીઓને આપવાની થતી દવાઓ આપ્યા વગર જ પડતર રહી છે. રાજ્ય સરકારે માનવ કલ્યાણ અર્થે દર્દીઓને આરોગ્ય કેન્દ્રમાંથી જ કિંમતી દવાઓ મફત મળી રહે તે માટે જરૂરીયાત મુજબની દવાઓનો જથ્થો ફાળવણી કરતી હોય છે, ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, ડોળાસાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આટલો મોટો દવાનો જથ્થા ઉપયોગ વગર કેમ પડ્યો રહ્યો ? આના માટે કોણ જવાબદાર છે ? તેવા સવાલો આગેવાનોએ ઉઠાવી તપાસ કરવા માંગણી કરી હતી.

આ મામલો સામે આવતા ચકચાર પ્રસરી ગઈ છે. જ્યારે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રોયનો સંપર્ક કરતા તેઓ ડોળાસા આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી દવાનો મોટો જથ્થો હોવા અંગે અજાણ હોવાનું જણાવ્યું હતુ. આ મામલે તેઓ તપાસ કરાવશે ત્યાર બાદ જ કઈ કહી શકીશ તેમ જણાવ્યું હતુ.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઈરાનમાં મહિલાઓના ચહેરા-ગુપ્તાંગો પર સુરક્ષાદળોનો પેલેટ પ્રહાર!, છે આ દર્દનાક દાસ્તાન!
Next articleગળતેશ્વરના માલવણમાં ખુશીમાં ફટાકડા ફોડતા બે પાડોશી સામસામે, પિતા-પુત્રએ ફટાકડા ફોડનારને મારમાર્યો