(GNS),19
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઇન્ડિયન્સમાં નવ વર્ષ સુધી બોલિંગ કોચ રહ્યા બાદ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઝડપી બોલર શેન બોન્ડે ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો હતો તેમ ફ્રેન્ચાઇઝીએ જાહેર કર્યું હતું. શેન બોન્ડ 2015થી મુંબઈ ઇન્ડિયન્સ સાથે સંકળાયેલો છે અને તેના બોલિંગ કોચિંગ કાળ દરમિયાન મુંબઈએ ચાર વખત આઇપીએલ ટાઇટલ જીત્યા છે. 48 વર્ષીય શેન બોન્ડે આ સાથે મુંબઈ ઇન્ડિયન્સ અમિરાતના હેડ કોચનો હોદ્દો પણ ત્યાગી દીધો છે.
આઇએલટી20ની પ્રારંભિક સિઝનમાં તે મુંબઈ અમિરાતના કોચ પદે હતો. તેણે જણાવ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ પરિવારના સદસ્ય બનાવવા બદલ હું અંબાણી પરિવારનો આભાર માનું છું. મારા માટે મેદાન પર અને મેદાન બહાર આ સુખદ અનુભવ રહ્યો હતો. આઇપીએલની 2024ની સિઝન માટે મુંબઈ ઇન્ડિયન્સે તેના બોલિંગ કોચ તરીકે શ્રીલંકાના લસિત મલિંગાની વરણી કર્યા બાદ શેન બોન્ડે બુધવારે આ નિર્ણય લીધો હતો. મલિંગા 2021માં નિવૃત્ત થયો તે અગાઉ તે પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે શેન બોન્ડ 18 ટેસ્ટ, 82 વન-ડે અને 20 ટી20 મેચ રમ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.